Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

દેશપ્રમી યુવાને પુત્રના જન્મદિવસ પ્રસંગે બોર્ડર પર દેશની રક્ષા કરતા જવાનોને કુલર વિતરણ કર્યું

મોરબી,તા .૩ :  અનેકવિધ કાર્યક્રમો થકી દેશભકિતની પ્રબળ ભાવના ઉજાગર કરવા સતત સક્રિય રહેતા ક્રાંતિકારી સેનાના રાધેભાઈ પટેલના પુત્ર શિવાજીના આજે જન્મદિવસ નિમિત્તે બોર્ડર પર દેશની સુરક્ષા કરતા ણુસ્નશ્ જવાનોને કુલર અર્પણ કરી દેશભકિતનું અનેરું ઉદાહરણ પૂરું પાડયું છે.  મુળ જામદુધઈ ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતા રાધેભાઇ પટેલનો પુત્ર શિવાજીના આજે જન્મદિવસ નિમિત્તે પંજાબની અસલાલ બોર્ડર ઉપર ૪૩ થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા ણુસ્નશ્ના જવાનોને કૂલર આપવામાં આવ્યું હતું.

વીરતા વેલફેર ટ્રસ્ટ આયોજિત ફોજી વંદના કાર્યક્રમમાં ક્રાંતિકારી સેના દ્વારા દિવાળી પર્વ પર કચ્છ સરહદ પર ફરજ બજાવતા બીએસએફના જવાનોની મુલાકાત લઈ મીઠાઈ વિતરણ કરાઈ હતી. તે વેળાએ બીએસએફને જે જરૃરી સુવિધા મળવી જોઈએ તે છે જ નહીં, પાણી પણ ત્યાં મળતું નથી તેના ઘણાં બધાં કારણો છે પણ તેના લીધે જવાનોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી તેવું રાધેભાઈની સામે આવ્યું હતું. ત્યારે ૪૩ થી ૪૫ ડિગ્રી તાપમાનમાં ભારત દેશની રક્ષા કરતા જવાનનોને કૂલર આપી પોતાની ફરજ પુરી પાડી હતી.

(1:42 pm IST)