Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મોરબીમાં નજીવી બાબતે અફજલ ઉપર બે શખ્‍સનો પાઇપથી હુમલો

  (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૩ :મોરબી શહેરના લાતીપ્‍લોટ વિસ્‍તારમાં બે ઇસમોએ નજીવી બાબતે યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્‍યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે 

મોરબીના વાવડી રોડ પર રહેતા અફજલ કાસમ સધવાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ થોડા દિવસથી અવારનવાર આડા અવડા શબ્‍દો બોલી સંભાળવતા હોય જેથી આડું અવળું ના બોલવાનું કહેતા આરોપીએ લાતીપ્‍લોટ શેરી નં ૧૧ નજીક ઝઘડો કર્યો હતો જેમાં આરોપી સાહિલ અશગર જેડા અને રાજા સોકત ખોડ રહે બંને લાતીપ્‍લોટ વાળાએ ફરિયાદી યુવાન અફજલને ગાળો આપી લોખંડ પાઈપ વડે માર મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી એ ડીવીઝન પોલીસે બે આરોપીઓ વિરુદ્ધ મારામારીનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

(1:47 pm IST)