Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

આઠ માસથી પેન્શન મળ્યું નથી

 મોરબી,તા.૩ : મોરબી નગરપાલીકા વોર્ડ નં.-૪ના ભાજપના કાઉન્સીલર જશવંતીબેન સુરેશભાઈ  શિરોહીયા અને પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ પી. શિરોહીયા દ્વારા વિધવા પેન્શન મળતું ના હોય જે મામલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે 

જે પત્રમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લાના આશરે ૭૦૦ વિધવા તથા વૃધ્ધ માણસોને છેલ્લા આઠ માસથી પેન્શન મળ્યું નથી તેઓ અવાર-નવાર બેન્ક તથા મામલતદાર કચેરી મોરબીએ ધક્કા ખાય છે. અને ત્યાથી રાહ જુવો મળી જશેત એવા જવાબો મળે છે હાલની અસધ્ય મોંઘવારીમાં ગુજરાન ચલાવવું ઘણું અઘરું છે. છેલ્લા આઠ માસથી પેન્શન મળ્યું નથી જેથી પેન્શન પર નભતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે જેથી નિરાધાર વૃદ્ધ અને વિધવા પેન્શન તાત્કાલિક જમા કરાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

ટુ વ્હીલર અને ફોર વ્હીલરના

ફેન્સી નંબર

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હિલ માટે GJ36 AF સીરીઝ માટેના ફકત ફેન્સી નંબર માટેની રીપ્રટેન્ડર પ્રક્રિયા તા.૦૮/૦૬/૨૦૨૨ થી શરૃ થનાર છે.     તા.૦૮/૦૬/૨૦૨૨ થી તા.૧૦/૦૬/૨૦૨૨ સુધી અરજદાર  www. parivahan. gov. in /fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૧૧ / ૦૬ /૨૦૨૨ થી તા.૧૨/૦૬/૨૦૨૨ સુધી બીડીંગ -ોસેસ રહેશે તથા તા.૧૩/૦૬/૨૦૨૨ નારોજ ઓકશનનું પરિણામ  www. parivahan. gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓકશનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યકિતઓએ કાર્યવાહી કરવા સહાયક -પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 નવા સાદુળકા ગામના

મકાનમાંથી  દારૃની ભઠ્ઠી ઝડપાઈ

નવા સાદુળકા ગામમાં રહેતા ભારતીબેન ગોરધનભાઈ સારોલાના મકાનમાં બાતમીને આધારે દરોડો કર્યો હતો જેમાં સ્થળ પરથી દેશી દારૃની ભઠ્ઠી મળી આવી હતી જેમાં પોલીસે દેશી દારૃ, ઠંડો આથો અને ભઠ્ઠીના સાધનો સહીત કુલ રૃ ૧૧૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી રાજેશ મેરૃભાઈ સેલાણીયા રહે ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે મોરબી વાળાને ઝડપી લીધો છે તો મહિલા આરોપી ભારતીબેન ગોરધનભાઈ સારોલા રહે નવા સાદુળકા તા. મોરબી વાળા હાજર નહિ મળતા મહિલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.(

(1:47 pm IST)