Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

માળીયાની નર્મદા કેનાલ ઉપરની ઓઇલ એન્જીન ચોરી કરનાર પકડાયા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૩ : માળિયા તાલુકામાંથી પસાર થતી નર્મદા બ્રાંચ કેનાલમાંથી ખેડૂતના ઓઈલ એન્જીન ચોરીનો બનાવ બન્યો હોય જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને મુદામાલ કબજે લેવામાં આવ્યો છે

 માળિયાના જુના ઘાટીલા ગામના રહેવાસી રાજેશભાઈ મગનભાઈ ચારોલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અલ્લારખા અબ્દુલ લધાણી, તાહીદ રસુલ પારેડી અને રફીક સલીમ મિયાણા રહે ત્રણેય નવા અંજીયાસર તા. માળિયા વાળાએ ફરિયાદીનું નર્મદા કેનાલ પર રાખેલ ટોપલેન ૫એચસી ઓઈલ એન્જીન નંગ ૧ કીમત રૃ ૧૦,૦૦૦ વાળું સીએનજી રીક્ષા જીજે ૦૧ ટીએફ ૦૮૧૩ માં ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી જે આરોપીને પોલીસે ઝડપી લીધા છે અને મુદામાલ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:49 pm IST)