Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ગુજરાતની ટોચની સહકારી સંસ્‍થા ગુજકોમાસોલમાં અમરેલી જિલ્લાના ડીરેકટર પદે બિનહરીફ ચૂંટાતા દિલીપભાઇ સંઘાણી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૩ : સમગ્ર રાષ્‍ટ્રનું પ્રથમ કક્ષાનું સહકારી ફેડરેશન અને ગુજરાત રાજયની ટોચની સહકારી સંસ્‍થા ગુજકોમાસોલના ડીરેકટર તરીકે અમરેલી જીલ્લામાંથી ભાજપના પીઢ અને વરિષ્ઠ આગેવાન, રાષ્‍ટ્રિય લેવલની સહકારી સંસ્‍થા ઈફકો અને એન.સી.યુ.આઈ. ના ચેરમેન અને અમરેલી જીલ્લાના પનોતા કિસાન પુત્ર દિલીપભાઈ સંઘાણીનું એકમાત્ર ઉમેદવારી પત્ર આવતા ગુજકોમાસોલની બોર્ડ ઓફ ડીરેકટર્સની સામાન્‍ય ચૂંટણીમાં તેઓ બિનહરિફ ચૂંટાઈ આવતા  સહકારી ક્ષેત્રે ઉત્‍સાહનો માહોલ સર્જાયો છે.

ગુજકોમાસોલમા સંઘાણીની સફળતાને અમરેલી જીલ્લા ભારતીય જનતા પક્ષના આગેવાનો - કાર્યકરોએ મો મીઠા કરીને વધાવી હતી. આ તકે સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌષિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્‍વિનભાઈ સાવલીયા, જીલ્લા-ખરીદ વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, ગુજકોમાસોલના ચાલુ ડીરેકટર-જીલ્લા સંઘના વા.ચેરમેન દિપકભાઈ માલાણી, અમરેલી જીલ્લા મઘ્‍યસ્‍થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ તેમજ સાવરકુંડલા એ.પી.એમ.સી.ના વા.ચેરમેન મનજીભાઈ તળાવીયા, ડીરેકટરશ્રીઓ જસુભાઈ ખુમાણ, ચેતનભાઈ માલાણી, દુલ્લભજીભાઈ કોઠીયા, હિંમતભાઈ ગુર્જર, અતુલભાઈ રાદડીયા, દેવાયતભાઈ બલદાણીયા, ધીરૂભાઈ વોરા, અશ્‍વિનભાઈ માલાણી, હરેશભાઈ મશરૂ, ઘનશ્‍યામભાઈ કસવાળા, ભીખાભાઈ આકોલીયા, કિશોરભાઈ બુહા, સાવરકુંડલા તાલુકા સંઘના ડીરેકટરો હિંમતભાઈ વેકરીયા, ભરતભાઈ જેબલીયા, કરમશીભાઈ ડોબરીયા, બટુકભાઈ રૂપારેલીયા, મનસુખભાઈ દેસાઈ, ભનુભાઈ રાદડીયા તેમજ સહકારી પરિવારના ભીખાભાઈ કાબરીયા, કરમશીભાઈ કાનાણી, દયાશંકરભાઈ જોશી, અનુબાપુ હરિયાણી, ઘનશ્‍યામભાઈ જાની અને બાબુભાઈ રમણા સહિત સહકારી આગેવાનોએ શુભેચ્‍છાઓ પાઠવી હોવાનું દિપકભાઈ માલાણીની અખબારી યાદીમા જણાવેલ છે.

(1:50 pm IST)