Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મોરબી પોલીસ કોન્‍સ્‍ટેબલ આશીફ ચાણકીયાને DGP દ્વારા ‘ઇ-કોપ એવોર્ડ'અર્પણ

 

મોરબી : પોલીસ કોન્‍સ્‍ટેબલ આશીફ ચાણકીયાને પોકેટ કોપની મદદથી વાહનચોરીના ગુનાઓ ઉકેલવાની સરાહનીય કામગીરી બદલ પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી આશિષ ભાટિયા દ્વારા ‘ઇ-કોપ એવોર્ડ'એનાયત કરવામાં આવ્‍યો હતો છે.કોન્‍સ્‍ટેબલ આશીફ ચાણકીયાએ પોકેટ કોપની વાહન સર્ચ એપ્‍લીકેશનની મદદથી મોરબી જિલ્લાના વાહન ચોરીના ૧૩ તથા રાજકોટ જિલ્લાના ૦૩ ગુના ડિટેકટ કરી રૂપિયા ૯,૨૩,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરેલ આધુનિક તકનીકના ઉપયોગથી ગુના શોધવાની ઉત્‍કળષ્ટ કામગીરી કરી છે. માટે તેમને ‘ઇ-કોપ એવોર્ડ ‘ એનાયત કરવામાં આવ્‍યો છે.

 

(1:53 pm IST)