Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ભારતને નવી ઉંચાઇઓ ઉપર લઇ જવા નરેન્‍દ્રભાઇ પ્રયત્‍નશીલ : પૂનમબેન માડમ

કેન્‍દ્રની ભાજપ સરકારનાં ૮ વર્ષ પૂર્ણ થતા પ્રજાલક્ષી કાર્યોની જામનગર ભાજપ કાર્યાલયે માહિતી આપતા સાંસદ : ૧ થી ૧પ જુન દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે

જામનગરમાં ભાજપ દ્વારા કેન્‍દ્રમાં મોદી સરકારના ૮ વર્ષ પૂર્ણ થતા શહેર ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરીષદ સંબોધી સાંસદ પૂનમબેન માડમે કેન્‍દ્ર સરકારે કરેલા પ્રજાલક્ષી કર્યો અંગે માહિતી આપી હતી.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩ :  કેન્‍દ્રની ભાજપ સરકારના ૮ વર્ષ પૂર્ણ થતા પ્રજાલક્ષી કાર્યોની માહિતી જામનગર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ પૂનમબેન માડમ દ્વારા આપવામાં આવી હતી અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કરેલા પ્રજાલક્ષી કાર્યોને બિરદાવવામાં આવ્‍યા હતા.

પૂનમબેન માડમે વધુમાં જણાવ્‍યું કે કેન્‍દ્ર સરકારના ૮ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે કોરોના કાળમાં જે બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્‍યા છે. તે બાળકોની જવાબદારી વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી સાહેબે લીધી, હજારો બાળકોની સંભાળ રાખવાનો નિર્ણય સરકારે કર્યો છે. બાળકોના ખાતામાં ડિજિટલ રકમ પણ જમા કરાવવામાં આવ્‍યા છે. દેશના ૧૩૦ કરોડ દેશવાસીઓએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાહેબને આશિર્વાદ આપ્‍યા છે. ૧૩૦ કરોડ ભારતીય નાગરિકોના પરિવારની જેમ પ્રધાનસેવક તરીકે કામ કરતા આવ્‍યા છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દરેક ભારતીયને સાથે રાખી ભારતને નવી ઉંચાઇ પર લઇ જવા અર્થાત પ્રયત્‍ન કરે છે. આઝાદીના અમૃત મહોત્‍સવમાં ભારતનું ઉજવળ ભવિષ્‍યના માટે ભારતની યુવા શકિત,સ્ત્રી શકિત પર વિશ્વાસ મુકયો છે.

ર૦૧૪ પહેલા આજના દિવસોની પરિસ્‍થિતિમાં ઘણો બદલાવ આવ્‍યો છે. દેશે ઘણો લાંબો સમય કાપ્‍યો છે. ર૦૧૪ પહેલા ટી.વી.માં સમાચાર પત્રોમાં ભ્રષ્‍ટાચાર, ગોટાળા પરિવારવાદ અટકેલી યોજનાઓની પરંતુ સમય ભાજપની સરકારે બદલયો અને આજે સરકારી યોજનાઓથી મળતા લાભોની ચર્ચા થાય છે. દેશ ઝીરો ટોલરન્‍સ સાથે આગળ વધ્‍યો છે. ર૦૧૪ પહેલાની સરકારના કામોમાં ભ્રષ્‍ટાચાર બહુ હતો. જરૂરીયાત મંદ સુધી રૂપિયા પહોંચતા ન હતા. આજે સિધા રૂપિયા જમા થાય છે. પહેલા શૌચાલય માટે કોઇ વ્‍યવસ્‍થાન હતી ખુલ્લામાં લોકોને જવુ પડતુ આજે દરેક ઘરે શૌચાલયની વ્‍યવસ્‍થા સરકારે કરી છે. પહેલા સારવાર માટે લોકોને રૂપિયા માટે બીજા પાસે હાથ લંબાવવો પડતો આજે સરકારે ગરીબને આયુષ્‍માન કાર્ડની સુવિધા આપી.

મુસ્‍લીમ મહિલાઓમાં ત્રિપલ તલાકનો ડર હતો આજે મુસ્‍લિમ સમાજની મહિલાઓ પોતાના અધિકાર સામે મજબુતીથી લડી શકે છે.

પુનમબેન માડમે જણાવ્‍યું કે વર્ષ ર૦૧૪ પહેલાની સરકાર લાભાર્થીઓના ખાતામાં રૂપિયા જમા કરાવે તો તે રકમ પુરી ખાતામાં જમા થતી હતી પરંતુ આજે સિધિ રકમ ખાતામં જમા થશે.પહેલા યોજનાની રકમ વચોટાયા લઇ લેતા દલાલો લઇ લેતા પરંતુ ભાજપ સરકારે રકમ સિધિ લાભાર્થીના ખાતમાં આપી. આજે દેશના પ૦ કરોડથી વધુ ગરીબો પાસે પાંચ લાખ સુધીની ફીમાં સારવારની સુવિધા છે દેશના રપ કરોડથી વધુ ગરીબો પાસે ર-ર લાખનો અકસ્‍માત વિમો અને ટર્મ ઇન્‍સોયન્‍સ છે આજે દેશના આશરે ૪ર કરોડ ગરીબો પાસે જન ધન બેંક ખાતું છ.ે દેશમાં કોઇ પરીવાર એવો નહી હોય જેમને સરકારની કોઇ પણ નાની કે મોટી યોજનાનો લાભ નહી મળ્‍યો હોય દેશ આજે આશરે ર૦૦ કરોડ વેકિસન ડોઝ આપવાના રેકોર્ડ સ્‍તર પર પહોંચવા જઇ રહ્યો છે.ગામડામાં રહેનાર ૬ પરિવારોન શુધ્‍ધ પાણી કનેકન્‍શન નલ સે જલ યોજનાથી આપ્‍યું છે. પ્રધાનમંત્રી મુદ્રા લોન મારફતે અનેક યુવાનોને રોજગારી મળી છ.ે

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં હર ઘર જલ યોજના મારફતે નાગરીકોને શુધ્‍ધ પાણી આપવામાં આવી રહ્યું છે. ર૦૧૯ ના ઓગસ્‍ટમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. છેલ્લા ૩ વર્ષમાં ૬.ર૯ કરોડ આવાસોને નળથી પાણી આપવામાં આવ્‍યું છ.ે

વર્ષ ર૦૧૯માં શરૂ કરવામાં આવી ખેડુતોને ૩ મસાન હપ્તાઓ પ્રતિ વર્ષ ૬ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, એમ.એસ.પી.માં પ્રચંડ ભાવ વધારો કરવામાં આવ્‍યો છ.ે

વર્ષ ર૦રરમાં ૮.ર ટકાની વૃધ્‍ધિ દર, વર્ષ ર૦રર અને ર૦ર૩માં વૈશ્વિક વૃધ્‍ધિ દર ૩.૬ ટકા રહેવાનુ઼ અનુમાન છે. તેમ પુનમબેન માડમે જણાવ્‍યું હતું.

પુનમબેન માડમે વધુમાં જણાવ્‍યું કે નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં છેલ્લા ૮ વર્ષમાં સેવા સુશાસન અને ગરીબ કલ્‍યાણ અભિયાનના સમગ્ર દેશમાં પુજા સ્‍મદતા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.જેમાં સેવા સુક્ષાસન અને ગરીબ કલ્‍યાણની ઉપલબ્‍ધી અંગેની વિમોચન આજ રોજ કરી રહ્યા છીએ તા. ર૩ જુનાા રોજ દરેક જીલ્લામાં જીલ્લા પ્રમુખ સાંસદ ધારાસભ્‍ય દ્વારા પ્રેસ કોન્‍ફરન્‍સમાં આ કાર્ય અંગે માહિતી આપવામાં આવશે. કુલ ૭પ કલક દરેક કાર્યકર્તા લોક સંપર્ક કરશે.

તા. ૧ થી ૧પ જુના દરમિયાન કેન્‍દ્ર અને રાજયના મંત્રીશ્રીઓ દરેક જીલ્લામાં જાહેર સભાને સંબોધન કરશે.

તા. પ જૂન પર્યાવર્ણના દિને છોડ વિતરણ વૃક્ષારોપણ કાર્યક્રમ દરેક ગામોમાં કિસાન મોરચા દ્વારા કરવામાં આવશે.

તા. ૬ જૂન ભાજપ મહિલા મહિલા મોરચા દ્વારા મહિલાઓનો સંપર્ક દરેક મંડળ સહ મહિલા સંમેલનનો લાભાર્થી સંપર્ક. સ્‍વ સહાય જૂથ, આંગળવાડી બહેનોનો સંપર્ક કરવામાં આવશે.

તા. ૭ જૂન અનુ. જાતિ મોરચા દ્વારા યુવાનોની મીટીંગો, સંપર્ક તથા લાભાર્થી સંપર્ક કરવામાં આવશે.

તા. ૮ જૂન અનુ. જન.જાતિ મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક તથા દરેક શકિત કેન્‍દ્રમાં ગામડા તથા નગરમાં ખાટલા બેઠકો દ્વારા સંવાદ કરી સંપર્ક કરવામાં આવશે.

તા. ૯ જૂનના રોજ ઓબીસી મોરચા દ્વારા લાભાર્થી સંપર્ક પત્રિકા વિતરણ તથા ખાટલા બેઠકો થશે.

તા. ૧૦ જુનના રોજ ભાજપના વિવિધ સેલ દ્વારા પ્રબુધ્‍ધ નાગરીક સંમેલન યોજાશે. કટાર લેખકો, પત્રકારો, શિક્ષકો, ઉદ્યોગકારો વગેરે સાથે મીટીંગ કરવામાં આવશે.

તા. ૧૧ જુન શહેરી ગરીબોનો સંપર્ક કરવામાં આવશે અને લાભાર્થીઓને મળવામાં આવશે.

તા. ૧ર જૂન લાભાર્થી સંપર્ક યોજના નવા મતદારોનો સંપર્ક કરવામાં આવશે.

તા. ૧૩ જૂન કુપોષિત બાળકોનું હેલ્‍થ ચેકઅપ ભાજપ ડોકટર સેલ દ્વારા સમગ્ર રાજયમાં કરવામાં આવશે.

તા. ૧૪ જુન યુવા મોરચા દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ નિમિતે દરેક જીલ્લામાં રેલી યોજવામાં આવશે.

તા. ૧પ જૂન જે જીલ્લામાં સભા બાકી હશે તે જીલ્લામાં સભા કરવામાં આવશે.

(1:55 pm IST)