Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

સલાયામાં બોટમાંથી ૬૦૦ લીટર ડીઝલ કબ્‍જે કરાયુ

ખંભાળીયા, તા.૩: એસ.ઓ.જી. શાખા દેવભૂમિ દ્વારકાના સ્‍ટાફના માણસો સલાયા મરીન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન એ.એસ.આઇ. રાજેન્‍દ્રસિંહ મોતીભા જાડેજા તથા કરણકુમાર દેવશીભાઇ સોંદરવાને હકિક્‍ત મળેલ કે સલાય બંદર પુર્વ બાજુની જેટીના કાંઠા ઉપર લાંગરેલ માછીમારી બોટ સીદીકી રજી. નંબર  IND-GJ-37-MO-29 માં શંકાસ્‍પદ ડિઝલનો જથ્‍થો છે અને તે ડિઝલ ઉઠાતરી કરી અથવા ચોરી છુપીથી મેળવેલ છે તેવી હકીકત મળતા રેઈડ કરતા ત્‍હો. નુરમામદ આમદભાઇ ભાયા, વાઘેર ઉ.વ.૨૯ ધંધો. માછીમારી રહે. જુમા મસ્‍જીદ પાસે સલાયા વાળા હાજર મળી આવેલ મજકુર ઈસમના કબ્‍જા ભોગવટામાંથી પ્રવાહી ઇંઘણ ભરેલ પ્‍લાસ્‍ટીકના બેરલ નંગ-૪ મળી આવેલ જેમાં ઈંધણ જેવી વાસ ધરાવતું પ્રવાહી ભરેલ હોય અને સદર પ્રવાહી ઈંધણ ડીઝલ હોય જેથી પ્રતિ બેરલમાં ૨૦૦/ લીટર કિ.રૂ. ૧૮,૪૦૦/ મુજબ કુલ ચાર બેરલમાં લીટર ૮૦૦/ કિ.રૂ. ૭૩૬૦૦/ નુ ડોઝલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી મજકુર ઇસમને ધોરણસર અટક કરેલ છે.

ઉપરોક્‍ત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સપેક્‍ટર  પી.સી.શીંગરખીયા, એ.એસ.આઇ. રાજેન્‍દ્રસિહ મોતીભા જાડેજા, હરદેવસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્‍સ. દિનેશભાઇ માડમ તથા પો.કોન્‍સ. કરણકુમાર સોંદરવા વિગેરે જોડાયેલ હતા.

(1:56 pm IST)