Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ખંભાળીયામાં મંતવ્‍ય ફાઉન્‍ડેશન તથા મંતવ્‍ય ટીવી ચેનલ દ્વારા સાયકલો થોન યોજાઇ

ખંભાળીયા તા. ૩ :.. સમગ્ર ગુજરાતમાં સેવાકીય કાર્ય અંગદાન અંગે જાગૃતિ માટે મંતવ્‍ય ફાઉન્‍ડેશન તથા મંતવ્‍ય ટી. વી. ચેનલ દ્વારા સાયકલોથોન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખંભાળીયામાં પણ આ કાર્યક્રમ યોજાયો હતો.

સવારે પાલિકા બગીચામાં મોટી સંખ્‍યામાં ભાગ લેનાર ભાઇ-બહેનો આગેવાનોને ભાજપના જિલ્લા મહામંત્રીઓ મયુરભાઇ ગઢવી, શૈલેષભાઇ કણઝારીયા, પાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઇ રાયચુરા, કારોબારી ચેરમેન હિતાબેન આચાર્ય, અગ્રણીઓ હિતેન્‍દ્રભાઇ આચાર્ય, ઇન્‍દ્રજીતસિંહ પરમાર, નીમીષાબેન નકુમ, કિરણબેન સરપદડીયા, ધીરૂભાઇ ટોકોદરા, જીજ્ઞેશભાઇ પરમાર, પાલિકા સદસ્‍યા રેખાબેન ખેતિયા, લાલજીભાઇ તન્‍ના, દેસુરભાઇ ગઢવી, વિજયભાઇ કટારીયા, વિ. જોડાયા હતાં.

મોર્નીંગ વોકમાં આવેલા લોકોએ પણ અંગદાનની જાગૃતિ અંગે જાણકારી મેળવી હતી.  કાર્યક્રમમાં પોલીસ જવાનો પણ મોટી સંખ્‍યામાં જોડાયા હતાં.

પ્રજ્ઞાચશુ યાત્રિકો માટે મંદિર સુરક્ષા પોલીસ ‘આંખ' બની !!

દ્વારકા જગત મંદિરે ગઇકાલે એક આખી ટીમ પ્રજ્ઞાચક્ષુ અંધજનો દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા આવેલા.

આંખ વગરના આ પ્રાજ્ઞાચક્ષુને યાત્રીકો તથા દર્શનાર્થીઓની ભીડ તથા ગેટમાં અટવાતા જોતા મંદિર સુરક્ષા પોલીસ વ્‍યવસ્‍થાના પો.ઇ.આર.બી. સોલંકીનું ધ્‍યાન પડતા તેમણે આ તમામ પ્રજ્ઞાચક્ષુ દર્શનાથીર્અને મંદિર સુરક્ષા પોલીસની ટીમ દ્વારા જગત મંદિરમાં ખાસ દર્શન વ્‍યવસ્‍થા કરાવતા પ્રજ્ઞાચક્ષુઓએ અદ્દભૂત દર્શન અનૂભૂતિ કરી હતી.

અવેરનેશ વીક ઉજવાશે

રાજકોટ પヘમિ રેલવે ડીવીઝન વિસ્‍તારના યાત્રીકો મુસાફરો તથા લોકોમાં જાગૃતતા આવે તે માટે રેલવે ડીવીઝન રાજકોટ દ્વારા તા.૩/૬ થી ૯/૬/રર સુધી ઇન્‍ટરનેશનલ લેવલ ક્રોસીંગ ગેટ અવેરનેશ વીકની ઉજવણી માટેનું આયોજન શરૂ કરાયું છ.ે આ લેવલ ક્રોસીંગ ગેટ અવેરનેસના સપ્તાહ દરમ્‍યાન લોકોને તપાસ ક્રોસીંગ ફાટક સ્‍થળે ‘દુર્ધટના સે દેર ભલી' આ મુદાને આત્‍મસાત કરવા માટે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે.

(1:58 pm IST)