Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જામનગરના દરેડ ગામે દેશી દારૂ સાથે ઝડપાયો

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ૩: દરેડ ગામ અફઝલ માર્કેટના ગલીના છેડે તીરંગા ખોલીની સામે ઇરફાનભાઇ સુમરાની ખોલીમાં શામળા કમાભાઇ ચારણ રહે.દરેડ ધાર વિસ્‍તારવાળો ખોલીમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ રાખી વેંચાણ કરે છે. જેથી હકીકતવાળી જગ્‍યાએ રેઇડ કરતા શામળા કમાભાઇ માતકા ચારણ ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે મસીતીયા રોડ દરેડ ધાર વિસ્‍તાર આલ્‍ફા સ્‍કુલની સામે , પાસેથી સુપરના બાચકામાં દારૂ લીટર પ૬પ કી.રૂા. ૧૧,૩૦૦નો તથા દેશી દારૂ ભરવાના સાધનો કી. રૂા. ૧૭૦ના મળી કુલ ૧૧,૪૭૦ના સાથે રેઇડ દરમ્‍યાન પકડાઇ ગયેલ. સદરહું દેશી દારૂનો જથ્‍થો પુરો પાડનાર રાયધન ઉર્ફે રાધલો જાલુ ગુજરીયા ચારણ રહે. પીઠળમાનું મંદીર પીપળી ગામ તા. લાલપુરવાળાને અટક કરવા પર તજવીજ ચાલુ છે. મજકુર પકડાયેલ આરોપી તથા જથ્‍થો પુરો પાડનાર આરોપી તથા તપાસમાં ખુલ્લે તેઓ વિરૂધ્‍ધ ધોરણસર થવા પો.હેડ કોન્‍સ. રણજીતસિંહ ડી.જાડેજાએ ફરીયાદ આપેલ છે.

આ કામગીરી પંચકોષી બી ડીવી. પો.સ્‍ટે.ના પો.સબ ઇન્‍સ. જે.ડી.પરમાર તથા સે.પો.સબ ઇન્‍સ. ડી.સી.ગોહીલ તથા પો.હેડ કોન્‍સ. રણજીતસિંહ દીલુભા જાડેજા તથા પો.કોન્‍સ. ખીમાભાઇ દેવાયતભાઇ જોગલ, રમેશભાઇ પુંજાભાઇ મકવાણા, ભગીરથસિંહ નરેન્‍દ્રસિંહ જાડેજા, જયદીપસિંહ પ્રવીણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ.

(2:01 pm IST)