Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જામનગરના રણજીતસાગર રોડ ઉપર ઓમ શાંતિ વોટર પાર્કમાં ૨૨ વર્ષના રાજેશ નામના યુવાનનુ ડુબી જવાથી મોત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩

         જામનગરના રણજીતસાગર રોડ ઉપર આવેલા ઓમ શાંતિ વોટર પાર્કમાં એક ૨૨ વર્ષના રાજેશ નામના યુવાનનુ ડુબી જવાથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ યુવકને પાણીમાંથી બહાર કાઢીને જી જી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો છે.

         આ બનાવ અંગે જામનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(3:37 pm IST)