Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

વિંછીયાના છાસીયા ગામે પાઇપ-કુહાડી વડે હુમલો કરવાના ગુન્‍હામાં આરોપીઓ જમીન પર

રાજકોટ તા. ૩ : વિંછીયા તાલુકાના છાસીયા ગામે કુહાડી અને લોખંડના પાઇપ દ્વારા ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં ભારતીયદંડ સંહીતાની કમલ ૩ર૬, ૩રપ, ૩ર૩, પ૦૪, પ૦૬ (ર), ૧૧૪ તથા જી.પી.એકટ ૩૭ (૧), ૧૩પ મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપીની ધરપકડ થતા રાજકોટ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરતા નામદાર અદાલતે જામીન અરજી મંજુર કરી હતી.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી ભુપતભાઇ સવસીભાઇ ઝાપડીયા રહે. છસીયા, તા. વિંછીયા તેમજ વિનુભાઇ સામતભાઇ જોગરાજીયા બંને તેમનાજ ગામના હેમાભાઇ છગનભાઇ સોલંકીના ઘરે જમવાનો પ્રોગ્રામ હોય ત્‍યાં મળેલ હતા. અને ત્‍યાં અન્‍ય લોકો પણ હાજર હતા તે સમયે હેમાભાઇ છગનભાઇ સોલંકી હાથમાં કુહાડી લઇ ફરીયાદી પાસે આવેલ અને કહેલ અહીથી વેતા થાવ તમારે જમવા નથી. આવવાનું અને બંને જણા વચ્‍ચે બોલાચાલી થયેલ હતી તે દરમિયાન ધનજીભાઇ સોલંકી દેવાભાઇ હેમાભાઇ સોલંકી તથા ચતુરભાઇ સોમાભાઇ રાઠોડ હાથમાં લોખંડનો પાઇપ લઇને આવી ગયેલ હતા અને તમામ લોકોએ એકસંપ કરી ફરીયાદી ભુપતભાઇ તેમજ વિનુભાઇને જેમ ફાવે તેમ પાઇપ તેમજ કુહાડીથી માર મારવા લાગેલ હતા તેમજ ઢીકાપાટુનો મારમારી ગાળો પણ આપેલ હતી. ઉપરોકત ચારેય આરોપીઓની અટક કરવામાં આવેલ હતા.

ત્‍યારબાદ આ કામે ચારેય આરોપી દ્વારા પોતાના એડવોકેટ મારફત જામીન મુકત થવા રાજકોટ કોર્ટમાં અરજી કરેલ હતી. જે અન્‍વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટએ કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્‍યાનમાં રાખી નામદાર કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ રણજીત એમ.પટગીર, સાહિસ્‍તા એસ. ખોખર, મીતેશ એચ.,ચાનપુરા, પ્રહલાદસિંહ બી.ઝાલા રોકાયેલ હતા

(3:59 pm IST)