Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

ચેન્નાઇ બીરાજમાન ગોંડલ ગચ્‍છ શિરોમણી પૂ. જશરાજની મ.સા.ની કાલે દીક્ષા જયંતિ : સંયમ જીવનના ૬પ વર્ષ પૂર્ણ

રાજકોટ : ગોંડલ સંપ્રદાયના સપ્તમ આચાર્ય ભગવંત પૂ.પુરુષોત્તમજી મ.સા.ના પરિવારના ગોં. સં.ના સૌથી વડીલ અને ગચ્‍છ શિરોમણી પૂ.જશરાજજી મ.સા.ની ૬૫ મી સંયમ જયંતિ રાજકોટ, અમદાવાદ,ચેન્નાઈ ખાતે ધર્મોલ્લાસભેર ઉજવાશે.

સૌરાષ્‍ટ્રના બલદાણા ખાતે તા. ૨/૫/૧૯૩૮ અખાત્રીજના પવિત્ર દિવસે  રત્‍નકુક્ષિણી માતુશ્રી ગંગાબેન અને પ્રેમાળ પિતા નારણભાઈ ધરતી પુત્ર પરિવારમાં તેઓનો જન્‍મ થયેલ.

ભક્‍તિનગર સંઘમાં બીરાજમાન સાધ્‍વી શરત્‍ના પૂ.ભાનુબાઈ મ.સ.એ જણાવ્‍યું કે પૂ.ગુરુદેવ જશરાજજી મ.સ.નું જીવન અન્‍યથી અનોખું છે.

ગીત ગૂજૅરી સંઘના ટ્રસ્‍ટી શિરીષભાઈ બાટવીયાએ જણાવ્‍યું કે  ઈ.સ.૧૯૭૪માં ઉપલેટાની પાવન ભૂમિ ઉપર પૂ.જશરાજજી મ.સાહેબે બાટવીયા પરિવારના પૂ.જયોત્‍સનાજી મ.સ.સહિત  એક સાથે ચાર આત્‍માઓને દીક્ષાના દાન આપેલ.

મનોજ ડેલીવાળાએ જણાવ્‍યું કે પૂ.જશરાજજી મ.સા.ની દીક્ષા જેઠ સુદ પાંચમ વિ.સં.૨૦૧૩ તા.૩/૬/૧૯૫૭ માં થયેલ.

આચાર્ય ભગવંત પૂ.પુરુષોત્તમજી મ.સાહેબે તેઓને માંગરોળ ખાતે ર૦ વર્ષની ઉંમરે દીક્ષા મંત્ર - કરેમિ ભંતેનો પાઠ ભણાવેલ.

તેઓની ૮૫ વષૅની ઉંમર છે. ૬૫ વષૅનો સુદીઘૅ સંયમ પયૉય ધરાવે છે.

ચેન્નાઈના સેવાભાવી બકુલેશભાઈ વિરાણીએ જણાવ્‍યું કે ગોંડલ ગચ્‍છ શિરોમણી પૂ.ગુરુ ભગવંત શ્રી જશરાજજી મ.સાહેબે સૌરાષ્‍ટ્ર, મહારાષ્‍ટ્ર, કણૉટક વગેરે ક્ષેત્રોમાં વિચરણ કરી મહાવીરનો ધમૅ સંદેશ ફેલાવેલ.ઈ.સ.૧૯૯૨ માં તપ સમ્રાટ પૂ.રતિલાલજી મ.સા.સાથે વિહાર દરમ્‍યાન મિલન થયેલ તે સમયે સતત ત્રીસ દિવસ ૮૫ પૂ.મહાસતિજીઓ અને તપોધની સાથે આગમ વાંચના - સ્‍વાધ્‍યાય કરેલ. જે ઐતિહાસિક અવસર ચતુર્વિધ સંઘના સ્‍મરણમાં છે.ઈ.સ.૧૯૯૩ માં દક્ષિણ ભારતમાં પદાપૅણ કરેલ. શ્રમજીવી સ્‍થા.જૈન સંઘના સેવાભાવી  મહેશભાઈ મહેતાએ જણાવ્‍યું કે છેલ્લા ઘણા વર્ષોથી પૂ.ગુરુદેવ ચેન્નાઈ (મહાબલીપૂરમ) માં બીરાજમાન છે. આત્‍મ ભાવ અને જ્ઞાન - ધ્‍યાનમાં મસ્‍ત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તા.૧૮/૯/૨૦૧૭ ના શુભ દિવસે પૂ.ગુરુદેવ શ્રી  જશરાજજી મ.સા.ને ૅ ગોંડલ ગચ્‍છ શિરોમણીથી વિભુષિત કરી નવાજેલ.

(4:03 pm IST)