Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

બી.સી.આઇ.ના સભ્‍યપદે નિમણુંક પામેલ મનોજભાઇની નિમણુંકને આવકારતા પી.સી.વ્‍યાસ

સમરસ પેનલના મેન્‍ડેટનો ભંગ કરવાના દિલીપભાઇ પટેલના નિર્ણયને એડવોકેટ પી.સી.વ્‍યાસે વખોડી કાઢયો

રાજકોટ, તા., ૩: સંગઠનમાં પક્ષને વફાદાર અને મોસ્‍ટ સીનીયર પ્રમાણીક અધિવકતાશ્રી મનોજભાઈ અનડકટની બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડીયાના સભ્‍ય તરીકેની નિમણુંકને રાજકોટના  સીનીયર ધારાશાસ્‍ત્રી પી. સી. વ્‍યાસે આવકારેલ છે.

નાનામવા ભાજપના ભુતપુર્વ કાઉન્‍સીલર અને વિપક્ષી નેતા તેમજ સતત ૭ વર્ષ લીગલ સેલ રાજકોટના કન્‍વીનર પદે રહી ચુકેલ અધિવકતા પરિષદના સક્રિય કાર્યકર અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ એડવોકેટ શ્રી પી. સી. વ્‍યાસ જણાવે છે કે ગુજરાત બાર કાઉન્‍સીલના સભ્‍ય દિલીપભાઈ પટેલની ભાજપ પ્રેરીત સમરસ પેનલના મેન્‍ડેટનો ભંગ કરી અને બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડીયામાં સભ્‍યપદ સંદર્ભેની મીટીંગમાં હાજરી ન આપી અને પક્ષ વિરૂઘ્‍ધી કૃત્‍ય કરી પક્ષ વિરોધી પ્રવૃતિ કરેલ છે. આવી ખંડનાત્‍મક પ્રવૃતિને સખત શબ્‍દોમાં વખોડી કાઢેલ છે.

બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમાં હાલ ભાજપ પ્રેરીત સમરસ પેનલ કાર્ય કરી રહી છે. ચુંટાયેલ બાર કાઉન્‍સીલના સભ્‍યો દ્વારા સર્વ સંમતિ કે બહુમતીથી બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડીયામાં એક પ્રતિનિધિ મોકલવામાં આવે છે. વર્તમાન બાર કાઉન્‍સીલના બોડી દ્વારા અઢી વર્ષના સમય માટે દિલીપભાઈ પટેલને સભ્‍ય તરીકે મોકલવામાં આવેલ અને ત્‍યારબાદ અઢી વર્ષ અન્‍ય સભ્‍યને મોકલવાના હોવાથી તે અંગેની કાર્યવાહીમાં દિલીપભાઈ પટેલની શંકાસ્‍પદ અને નેગેટીવ ભુમિકા સામે આવેલ હતી અને પરીણામે બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના સમરસ પેનલના કન્‍વીનર શ્રી જે. જે. પટેલે દિલીપભાઈ પટેલની સમરસ પેનલમાંથી દુર કરેલ છે અને પરીણામે સમગ્ર ગુજરાતના વકીલોમાં આ ઘટનાના પડઘા પડેલા છે. ત્‍યારે આવી હાકલપટીને ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર તરીકે પી. સી. વ્‍યાસે પાર્ટીના હીત માટે આવકારેલ છે અને જે. જે. પટેલને ધન્‍યવાદ પાઠવેલ છે.

બાર કાઉન્‍સીલ ઓફ ઈન્‍ડિયામાં સભ્‍ય તરીકે નોમીનેટ કરવા સબંધે છેલ્લા ઘણા વર્ષોથી સ્‍ટેટ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમાં એવી પ્રથા પાડવામાં આવેલ છે કે સ્‍ટેટ બાર કાઉન્‍સીલના દરેક હોદાઓ ઉપર ચૂંટાયેલા દરેક સભ્‍યો વચ્‍ચે સમજુતીથી અઢી-અઢી વર્ષ માટે નિમણૂંક કરવી, જેથી ચૂંટાયેલા દરેક વ્‍યકિતને અલગ અલગ કાર્યો કરવાની તેમજ હોદા ધારણ કરી સેવા કરવાની તક મળી રહે. આ અઢી-અઢી વર્ષ માટે હોદા ધારણ કરવાની તથા દિલીપ પટેલ બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટાયેલા ત્‍યારથી છે અને તેમણે પોતે છેલ્લા ૧પ વર્ષમાં ઘણા હોદાઓ અઢી-અઢી વર્ષ માટે ધારણ કરેલા છે. બાર કાઉન્‍સીલ ઓફ ગુજરાતના ચેરમેન અને વાઈસ ચેરમેનના હોદાઓ પણ અઢી-અઢી વર્ષ માટે જુદા જુદા સભ્‍યોએ ધારણ કરેલા છે અને આ અઢી -અઢી વર્ષ માટે હોદો ધારણ કરવાની કરવામાં આવેલી પ્રથા સર્વ સંમતિથી નિયત થયેલી પ્રથા છે અને તેની અવગણના ભારતીય જનતા પાર્ટીનો કોઈ શિસ્‍તબઘ્‍ધ કાર્યકર કરી શકે નહી. વધુમાં શ્રી પી.સી.વ્‍યાસે બી.સી.આઇ.ના મેમ્‍બર તરીકે મનોજભાઇ અનડકટની થયેલ નિમણુંકને આવકારી હતી.

(4:10 pm IST)