Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને જિલ્લા દૂધ સંઘ ડેરીનો વિવાદ :એક નેતા એક હોદ્દાની ફરિયાદ :ચાર નેતાઓના રાજીનામાં મંગાયા

ભાજપે રાજેશ ચુડાસમા સહિત ચાર હોદ્દેદારોના રાજીનામા માગતા સ્થાનિક રાજકારણ ગરમાયું

જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને જિલ્લા દૂધ ઉત્તપાદક સંઘમાં એક જ નેતા પાસે એકથી વધુ હોદ્દા મુદ્દે વિવાદ સર્જાયો છે. ભાજપના એક જૂથે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને એક નેતા, એક હોદ્દા મુદ્દે રજૂઆત કરી હતી. જે બાદ ભાજપે રાજેશ ચુડાસમા સહિત ચાર હોદ્દેદારોના રાજીનામા માગતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. રાજીનામા મુદ્દે ડેરીના વાઈસ ચેરમેન રાજેશ ચુડાસમાએ કહ્યું કે, એક નેતા એક હોદ્દોના નિયમ મુજબ ફરિયાદ થઈ છે. આગામી સમયમાં બંને પક્ષોની વાત સાંભળી પ્રદેશ દ્વારા આ અંગે નિર્ણય લેવાશે.

 

 

(8:02 pm IST)