Gujarati News

Gujarati News

News of Friday, 3rd June 2022

મુદ્રા પોર્ટ ઉપરથી 500 કરોડનું કોકેઇન કેસમાં ત્રીજા આરોપી મોહમ્મદ હાદી શેખને કેરળથી ઝડપી પાડ્યો

આરોપી ડીઆરઆઇને ચકમો આપીને ફરાર થઈ ગયો: ડીઆરઆઇ દ્વારા ફરીથી ઝડપી લેવાયો

ભુજ :એક અઠવાડિયા અગાઉ કચ્છના મુદ્રા પોર્ટ ઉપરથી મીઠાની આડમાં 52 કિલોગ્રામનું  500 કરોડ રૂપિયાનું  કોકેઇન મળી આવ્યું હતું. આ કેસમાં  ડીઆરઆઇએ ત્રીજા આરોપી મોહમ્મદ હાદી શેખને એ કેરળથી ઝડપી પાડ્યો હતો.  આ આરોપી અગાઉ ડીઆરઆઇને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. જેને ડીઆરઆઇ દ્વારા ફરીથી ઝડપી લેવામાં આવ્યો હતો અને આ આરોપીને આજે વહેલી સવારે 4:15 વાગ્યે સ્પેશ્યલ NDPS કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અગાઉ બે આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા અગાઉ કચ્છના મુદ્રા બંદર ખાતેથી એક કન્ટેનરની તપાસમાં 52 કિલો કોકેઇન મળી આવ્યું હતું.  આ કોકેઇનના સેમ્પલને પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા હતા.  જેમાંથી કોકેઇન મળી આવ્યું તે  કન્ટેનર દુબઈથી આવ્યું હતું. ડીઆરઆઈને તપાસ દરમિયાન  આ જથ્થો મળી આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે  DRIએ વધુ તપાસ હાથ ધરી હતી. મીઠાની આડમાં ડ્રગ્સનો જથ્થો મળી આવતા એવી શંકા ઉભી થઈ હતી કે મહીંથી મોટા પાયે ડ્રગ્સની હેરફેર થતી હશે. આથી આ દિશામાં તપાસ કરતા  બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા અને ત્રીજા આરોપીને પણ આજે  રજૂ કરવાાં આવ્યો હતો.

 

(10:22 pm IST)