Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જુનાગઢ જલારામ (મંદિર)નો નવ નિર્માણનો પ્‍લાન બનાવાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૪ :.. પોસ્‍ટ ઓફીસ રોડ ઉપર શ્રી જલારામ બાપા તથા શ્રી વીરબાઇ મા નું મંદિર તથા શ્રી જલારામ સેવા સંકુલના નિર્માણ કાર્ય માટે પ્‍લાન બનાવવા માટે ગુજરાતના ખ્‍યાતનામ મંદિર નિર્માણ સ્‍થાપત્‍યકાર (સ્‍થપતિ) આશિષભાઇ સોમપુરા તથા મુળ જુનાગઢના અને હાલ અમદાવાદ સ્‍થાપી થયેલા ગુજરાતના અગ્રીમ સ્‍ટ્રકચરલ એન્‍જીનીયર વીરેનભાઇ પારેખ, તથા જુનાગઢના સીવીલ એન્‍જિનીયર જીજ્ઞેશભાઇ ભીમજીયાણીની ટીમે તાજેતરમાં સ્‍થળ નીરીક્ષણ કર્યુ.

શ્રી જલારામ સેવા ટ્રસ્‍ટના શ્રી મહેન્‍દ્ર મશરૂ સહિતના ટ્રસ્‍ટીઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

આ સ્‍થળે શ્રી જલારામ બાપા ત્‍થા શ્રી વીરબાઇ મા નું વિશાળ પરિસર સાથેનું મંદિર બને તથા સાથે સત્‍સંગ હોલ, ભોજનખંડ, ઉતારાના રૂમો, પાર્ર્કીંગ વ્‍યવસ્‍થા તેમજ સ્‍વરોજગાર તાલીમ ગૃહ જેવી ધાર્મિક તથા સામાજીક સેવાઓ થઇ શકે તેવો પ્‍લાન બનાવવા તથા પ્‍લાન-એસ્‍ટીમેટ વહેલી તકે બનાવી આપવા ટ્રસ્‍ટીઓએ અનુરોધ કર્યો હતો.

આ મુલાકાત વેળાએ સોમપુરા પારેખ તથા ભીમજીભાઇ સાહેબની ટીમે વહેલી ગલ્લી સ્‍થિત મશરૂ હોલમાં બીરાજમાન શ્રી જલારામ બાપા તથા શ્રી વીરબાઇ મા ના મંદિરમાં ત્‍થા પંચહાટડી ચોકમાં આવેલ નગર શેઠની હવેલી સ્‍થિત દેવમંદિરમાં દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.

આગામી થોડા સમયમાં પ્‍લાન - એસ્‍ટીમેટ તૈયાર થઇ ને મળી જશે એટલે તુરત જ ખાતમુહૂર્ત કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે આગોતરૂ આયોજન વિચારાઇ રહ્યું છે તેમ મહેન્‍દ્ર મશરૂની યાદીમાં જણાવાયેલ છે. (પ-રર)

(1:44 pm IST)