Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

મોરબી : શહેરી વિકાસ વિભાગે ૫૦ પાનાંનો સીટનો રીપોર્ટ સોપ્યો ;હવે પાલિકાએ જવાબ આપવો પડશે

મોરબી નગરપાલિકા સુપરસીડ કરવા માટે શહેરી વિકાસ વિભાગે કારણદર્શક નોટીસ આપી હોય જેના જવાબમાં નગરપાલિકાએ ખાસ સાધારણ સભા બોલાવીને સરકાર પાસેથી જરૂરી દસ્તાવેજોની માંગ કરી હતી જેથી ૫૦ પાનાંનો સીટનો રીપોર્ટ આપી દેવામાં આવ્યો છે અને હવે જવાબ આપવાનો વારો આવ્યો છે

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ કરી કેસ ચાલી રહ્યો છે જેની સુનાવણીમાં સરકારે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું તેમજ ગત માસે નગરપાલિકાને કારણદર્શક નોટીસ ફટકારી જવાબ રજુ કરવા જણાવ્યું હતું જેના જવાબમાં નગરપાલિકાએ સાધારણ સભા બોલાવી સર્વાનુમતે ઠરાવ કરીને સરકાર પાસેથી જરૂરી દસ્તાવેજો માંગ્યા હતા તપાસ ચલાવતી સીટ દ્વારા તમામ દસ્તાવેજો જપ્ત કરાયા હોય તેવું કારણ દર્શાવ્યું હતું
ત્યારે આજે શહેરી વિકાસ વિભાગે મોરબી નગરપાલિકાને ૫૦ પાનાંનો સીટનો ૫૦ પાનાંનો વિસ્તૃત રીપોર્ટ સોપી દીધો છે અને કારણદર્શક નોટીસ સંદર્ભે વિના વિલંબે જવાબ રજુ કરવા પણ જણાવ્યું છે ત્યારે નગરપાલિકા સુપરસીડ મામલે ફરી હિલચાલ જોવા મળતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે

   
(11:48 pm IST)