Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

વિંછીયાના સનાળી રોડ વોંકળાના કાંઠે તીનપતીનો જુગાર રમતા છ પકડાયા

વિંછીયા પોલીસનો દરોડોઃ બુધ્ધા ડાભી, જગદીશ ગોહેલ, હરેશ ઉર્ફે બાઠો, રાજુ ગોહેલ, આશીષ વ્યાસ, રણજીત ખાચર, હરજી ગોહેલની ધરપકડ હરજી અને કસ્તુરની શોધખોળ

રાજકોટ તા. ૩ :.. વિંછીયાના સનાળી રોડ પર બેઠા પુલ પાસે વોંકળાના કાંઠે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા છ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ સનાળી રોડ બેઠા પુલ પાસે વોંકળાના કાંઠા પાસે કેટલાક શખ્સો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે વીંછીયા પોલીસ મથકના એ. એસ. આઇ. જેઠાભાઇ તથા કોન્સ. યુવરાજસિંહ સહિતે દરોડો પાડી બેઠા પુલ પાસે વોંકળાના કાંઠા પાસે તીનપતીનો જૂગાર રમતા દેવધરીના બુધ્ધા વશરામભાઇ ડાભી, જગદીશ ધીરજલાલ ગોહેલ, હરેશ ઉર્ફે બાઠો કાનજીભાઇ સોલંકી, રાજુ નકુભાઇ ગોહેલ, આશીષ કાનજીભાઇ વ્યાસ અને બોટાદના તુરખાના રણજીત જીલુભાઇ ખાચરને પકડી લઇ રૂ. ૩૪૯પ૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. જયારે દેવધરીના હરજી અરજણભાઇ ગોહેલ અને કસ્તુર રાયાભાઇ સોલંકીની શોધખોળ હાથ ધરી છે.

(11:50 am IST)
  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST

  • બંગાળ હિંસાઃ વડાપ્રધાને ખૂન-ખરાબા અંગે ચિંતા વ્યકત કરી : રાજ્યપાલ સાથે વાત કરી રીપોર્ટ માંગ્યોઃ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યોઃ સીબીઆઈ તપાસની માંગણી access_time 4:07 pm IST

  • મુખ્યમંત્રીના અગ્ર મુખ્યસચિવ કે.કૈલાસનાથનને કોરોના : ગુજરાતના પીઢ આઈઍઍસ અધિકારી અને મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવ કે.કૈલાસનાથન કોરોના સંક્રમિત થયા છે : હાલ હોમ આઈસોલેશનમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળે છે access_time 2:21 pm IST