Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

ધ્રાંગધ્રા પાસે અકસ્માતમાં ઘવાયેલા રસુલભાઇ ઘાંચીએ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૪ : ધ્રાંગધ્રા પાસે ચાર દિવસ પહેલા અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

મળતી વિગત મુજબ ધ્રાંગધ્રામાં રહેતા રસુલભાઇ અબ્દુલભાઇ ઘાંચી (ઉ.૬૦) ચાર દિવસ પહેલા પોતાનું બાઇક લઇને જતા હતા ત્યારે ધ્રાંગધ્રા પાસે બાઇક સ્લીપ થતા વૃધ્ધને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું ગઇકાલે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે માલવીયાનગર પોલીસ મથકના એએસઆઇ ગીતાબેન પંડયા તથા રાઇટર ઘનશ્યામસિંહએ પ્રાથમિક કાગળો કરી ધ્રાંગધ્રા મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:28 am IST)