Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જસદણ તાલુકા કર્મચારી સહકારી મંડળીનાં પ્રમુખપદે પ્રતાપભાઈ ધાધલ બિનહરીફ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૫: જસદણ તાલુકાના કર્મચારીઓની શરાફી સહકારી મંડળીની વ્‍યવસ્‍થાપક કમિટીની મીટીંગ મળતા તેમાં મંડળીના પ્રમુખ સ્‍થાને પ્રતાપભાઈ આર. ધાધલ સતત નવમી વખત બિનહરીફ ચૂંટાઈ આવ્‍યા હતા. ઉપરાંત મંડળીના ઉપપ્રમુખ સ્‍થાને જીતેન્‍દ્રભાઈ વી. પટેલ બિનહરિફ ચૂંટાઈ આવ્‍યા હતા. આ મંડળીમાં ૯૦૦ થી પણ વધારે સરકારી કર્મચારીઓ સભાસદ છે અને ૧૩ કરોડથી વધારે કાર્યકારી ભંડોળ સાથે જસદણ તથા વિંછીયા તાલુકામાં ૬૪ વર્ષથી સતત કાર્યશીલ છે. આ મીટીંગ બાદ કિંમટી સભ્‍ય  એન.ડી.સરીયા, એસ.વી.મોડા,  જે.સી.મકાણી, એચ.એન.પટેલ, એસ.વી. સાકરીયા, વી.બી. માંડલિયા. પ્રભુભાઈ બાવળીયાભાઈ ,દિનેશભાઇ, અખિલેષભાઇ, દવેભાઈ મડીરભાઈ, તેમજ મંડળીના કર્મચારીગણે પ્રમુખ તથા ઉપપ્રમુખને ઉષ્‍માભેર અભિનંદન સાથે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

(11:01 am IST)