Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

હરબટીયાળી જુથ સેવા સહકાીર મંડળી સામેની ફરીયાદ ગ્રાહક ફોરમે રદ કરી

રાજકોટ તા.પ : હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી સામેની ગ્રાહક ફોરમ સમક્ષ થયેલ ફરીયાદ નામંજુર કરવાનો ફોરમે હુકમ કર્યો હતો.

મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના ગામ હરબટીયાળીમાં આવેલ હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી સામે મંડળીના સભાસદ ઠેબા ઓસમાણભાઇ મામદભાઇ સંધીએ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ એવી ફરીયાદ  દાખલ કરેલ કે, તેઓ મીતાણા ગામના ખાતેદાર અને બેન્‍કમાંથી ધીરાણ મેળવે છે. બેન્‍કમાંથી ધીરાણ મેળવવા તેઓના હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળીનું નો-ડયુ સર્ટીફીકેટ બેન્‍કે માંગેલ જે મંડળીએ નહી આપતા તેમની જમીન પડતર રહી જતા રૂા.૬૦,૦૦૦/૦૦ ની નુકસાની ગયેલ જે નુકસાનીની રકમ વ્‍યાજ સહીત મળવા તેમજ નો-ડયુ સર્ટીફીકેટ મંડળી આપે તે મતલબની  ફરીયાદ ગ્રાહક ફોરમ સમક્ષ  રજુ કરેલ.

મંડળી સામેની આ ફરીયાદમાં મંડળી તરફથી રાજકોટના એડવોકેટ નિલેશ જી. પટેલે હાજર થઇ મંડળી તરફથી જવાબ તથા આધાર પુરાવા રજુ કરી  એવી રજુઆત કરેલ કે ફરીયાદી ઠેબા ઓસમાણભાઇ મામદભાઇ સંધીના પત્‍નીએ મંડળીમાંથી ધીરાણ મેળવેલ છે. તેમજ ફરીયાદી આ ધીરાણના જામીન છે. ઠેબા ઓસમાણભાઇ મામદભાઇ સંધીના પત્‍નીએ મેળવેલ ધીરાણની રકમ બાકી હોય લોન લેનાર તથા તેના જામીન બંન્‍ને લોન ભરપા કરવા માટે એકસમાન જવાબદાર હોય જયાં સુધી આ લોન ચુકતે ન થાય ત્‍યાં સુધી લોન લેનાર કે તેના જામીનોને નો-ડયુ સર્ટીફીકેટ આપી શકાય નહી.  મંડળી તરફથી એડવોકેટ શ્રી નિલેશ જી. પટેલે રજુ કરેલ સહકારી કાયદા તથા કરારના કાયદાની જોગવાઇઓ તથા તે સંબંધેના ચુકાદાઓ ધ્‍યાને લઇ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ આયોગે ફરીયાદી ઠેબા ઓસમાણભાઇ મામદભાઇ સંધીની હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી સામેની ફરીયાદ નામંજુર કરેલ છે.

આ  ફરીયાદમાં હરબટીયાળી જુથ સેવા સહકારી મંડળી તરફથી રાજકોટના એડવોકેટ નિલેશભાઇ જી. પટેલ તથા નિકુંજબેન બુસા રોકાયેલા હતા.

(11:34 am IST)