Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

અમરેલીના વડિયા સહિતના ગ્રામ્ય પંથકમાં માવઠા સાથે કરા પડ્યા

અનિડા, અરજણસુખ, સનાળી, ખજૂરી, પીપરિયા, તેમજ સૂર્યપ્રતાપગઢમાં વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ

અમરેલી : ઉનાળાની શરૂઆત થાય તેની પહેલા જ ચોમાસું શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. અમરેલી પંથકના અનેક તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. જેમા અમરેલીના વડિયા સહિતના ગ્રામ્ય પંથકમાં માવઠા સાથે કરા પડ્યા હતા. અનિડા, અરજણસુખ, સનાળી, ખજૂરી, પીપરિયા, તેમજ સૂર્યપ્રતાપગઢમાં માવઠાની સ્થિતિ જોવા મળી હતી. વીજળીના કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો હતો

(11:59 pm IST)