Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

વરસાદ - કરાથી જસદણ યાર્ડમાં ઘઉં - જીરૂ પલળી જતા ખેડૂતોને નુકશાન

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૬: જસદણમાં ગઈકાલે રાત્રે ભારે વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડતા માર્કેટયાર્ડ માં પડેલા ઘઉં જીરુ સહિતની જણસો પલળી જતા ભારે નુકસાની થયાનું જાણવા મળ્‍યું છે  ખેડૂતોની સાર સંભાળ લેવા જસદણ માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગના દસ પ્રતિનિધિઓ તેમજ ચેરમેન  આજે સવારે ખેડૂતોને ખબર પૂછવા ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્‍યો છે .

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે ૮:૦૦ વાગ્‍યા આસપાસ જસદણ તેમજ આટકોટ પંથકમાં પવન ધોધમાર વરસાદ અને કરા વરસતા ખેતીમાં તેમજ જસદણ યાર્ડમાં શેડની બહાર પડેલી જણસો જેમાં ઘઉં, ચણા, મગફળી, જીરું સહિતની જણશો પલળી જતા ખેડૂતોને ભારે નુકસાન થયાનું બહાર આવ્‍યું છે ગત રાત્રે પડેલા આ વરસાદથી આજે સવારે જસદણ યાર્ડના વેપારી પેનલના સભ્‍યોએ ખેડૂતોને વાહરે આવી નુકસાનીનો અંદાજ કાઢયો હતો પરંતુ  યાડમાં ચૂંટાયેલા ૧૦ ખેડૂત પ્રતિનિધિ હોવા છતાં આજે સવારે ચેરમેન અરવિંદભાઈ તાગડીયા કે એક પણ ખેડૂત પ્રતિનિધિ ડોકાયા ન હોય  યાર્ડમાં હાજર ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્‍યો હતો

(1:43 pm IST)