Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જુનાગઢમાં ગુજરાતનું સૌથી મોટુ સ્‍કિનહેર લેસર હેર ટ્રાન્‍સપ્‍લાન્‍ટ એસ્‍થે કાયાકલ્‍પ કિલનિકનો સંતો મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્‍થિતીમાં શુભારંભ

જુનાગઢમાં ગુજરાતનું સૌથી મોટુ હેર એન્‍ડ સ્‍કિન કિલનિક ‘એસ્‍થે કાયા કલ્‍પ' ડો.પિયુષ બોરખતરીયા અને ડો.મિતલ બોરખતરીયા દ્વારા શરૂ કરવામાં આવ્‍યુ.ડો.પિયુષ બોરખતરયાનુ સપનુ હતુ કે આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સારવાર બધાને પરવડે એ કિંમતમાં ઉપલબ્‍ધ કરવી છે અને એ જ વાતને ધ્‍યાનમાં લઇને તેઓએ આ કિલનિક શરૂ કર્યુ જેમાં હેર અને સ્‍કિનની બધી જ એડવાન્‍સ સારવાર અહીં થઇ શકશે. આજના કાર્યક્રમમાં મહેમાન તરીકે જુનાગઢના ધારાસભ્‍ય શ્રી સંજયભાઇ કોરડીયા, જુનાગઢ શહેરના મેયર શ્રી ગીતાબેન પરમાર, પૂર્વ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, શ્રી ઇન્‍દ્રભારતી બાપુ (ભવનાથ), શ્રી હરિહરાનંદ બાપુ (ભારતી આશ્રમ), લાલ બાપુ (પ્રેરણાધામ) શ્રી અખંડાનંદ ભારતી (ખેતલીયા દાદા આશ્રમ), શ્રી સ્‍વામિનારાયણ સુવર્ણ મુખ્‍ય મંદિર જવાહર રોડ જુનાગઢના સંતો પ.પૂ.કોઠારી શ્રી પી પી સ્‍વામી, પ.પૂ.શાસ્‍ત્રી સ્‍વામી શ્રી કુંજવિહારી દાસજી, પ.પૂ.શ્રી અમૃત સાગર સ્‍વામી, ફરેણી સ્‍વામી નારાયણ મંદિરના સંતો પ.પૂ.શાસ્‍ત્રી સ્‍વામી બાલ કૃષ્‍ણ દાસજી, સ્‍વામી શ્રી હરીપ્રસાદ દાસજી,  સ્‍વામી શ્રી અક્ષર વલ્લભ દાસજી, સ્‍વામી શ્રી કિર્તન પ્રિય દાસજી, લોક ગાયક રાજભા ગઢવી, છેલ્લો દિવસ ગુજરાતી મુવીના કલાકાર રિધમ ભટ્ટ, કીફા મિસ ઇન્‍યિા ખુશી ત્રિવેદી, કલા ક્ષેત્રના લોકો, આરોગ્‍ય  અને શિક્ષણ ક્ષેત્રના લોકો, સામાજીક કાર્યકરો, મીડિયાના પ્રતિનિધિ, ઉદ્યોગપતિ હાજર રહ્યા હતા.(અહેવાલઃ વિનુ જોષી, તસવીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(2:30 pm IST)