Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

જુનાગઢ પંથકમાં તોફાની પવન અને માવઠુ થવાથી આંબાના બગીચાઓમાં કેરી ખરી પડતા ખેડૂતોને ખૂબ જ નુકસાન

બદલાયેલા વાતાવરણથી વલસાડ જિલ્લાના આંબાવાડીઓમાં તૈયાર થતા કેરીના પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે

Kesar Mango : જૂનાગઢ સહીત ગીર ગીર પંથકમા હવામાન વિભાગ ની આગાહીને પગલે સવારથી વાતાવરણના પલટા સાથે પવન ફુંકાતા આંબાના બગીચામાં ખુબ મોટા પ્રમાણમાં ખાખડી ખરી જવાથી ખેડૂત નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરીના આંબાવાડિયુંને વાતાવરણની અસર જોવા મળી છે. જેમા છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો અચાનક પલટો આવતાં આજ સવારથી ભારે પવન ફુંકાતા નાની નાની કેરીઓ ખરી પડવાથી ખેડૂતોને નુકશાન થયું છે. જે ખાખડી ખરી પડી તે જ ખાખડી મોટી થાય છે. જેનો સીધો ફાયદો ખેડૂતને આવનારા દિવસોમાં થવાનો હતો પણ પવનના લીધે ખરી પડતા નુકસાન થયું છે. 

કેસર કેરીના આંબાવાડીયુંને વાતવરણની અસર ખૂબ થતી હોય છે. તે અસર ના થાય તેના માટે હાલ બાગાયત ખેતી કરતા ખેડૂતનું માનવું છે કે, ઇઝરાઇલ પદ્ધતિ ખૂબ જરૂરી છે જેમાં આંબાનું વાવેતર ઘનિષ્ટ થતું હોઈ છે અને આંબાનું વાવેતર 5×5 અને 5×10 ફૂટ ના અંતરે વાવેતર કરવામાં આવે છે અને હાઇટ 6 થી 7 ફૂટ હોવાથી તેને વાવાઝોડાની સાથે ભારે પવનની અસરથી કેસર કેરીનાં આંબાના વૃક્ષને કોઇ અસર થતી નથી. જેનો સીધો ફાયદો ખેડૂતોને થાય છે.

આ તરફ બદલાયેલા વાતાવરણથી વલસાડ જિલ્લાના મુખ્ય પાક કેરીને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી છે, અને હાલ આંબાવાડીઓમાં પાક તૈયાર થઈ રહ્યો છે. કેરીનો પાક અતિ સંવેદનશીલ હોવાથી વાતાવરણમાં જો થોડા પણ ફેરફાર આવે તો તેની સીધી અસર કેરીના પાક પર પડે છે. કેરી સાથે શાકભાજીના પાકમાં પણ વાદળછાયાં વાતાવરણ અને વરસાદથી જીવાત પડવા સહિતની સમસ્યાઓ સર્જાઈ શકે છે. ત્યારે કમોસમી વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત્રે પણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. તો વહેલી સવારે પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. જોકે બદલાયેલા વાતાવરણથી જિલ્લાના મુખ્ય પાક કેરીને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. આથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લાનો મુખ્ય પાક કેરી અત્યારે આંબાવાડીઓમાં તૈયાર થઈ રહ્યો છે. કેરીનો પાક અતિ સંવેદનશીલ હોવાથી વાતાવરણમાં થોડા પણ ફેરફાર સીધો કેરીના પાક પર અસર કરે છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે જિલ્લાના વાતાવરણમાં આવેલો પલટો અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. કેરી સાથે શાકભાજીના પાકમાં પણ વાદળછાયાં વાતાવરણ અને વરસાદથી જીવાત પડવા સહિતની સમસ્યાઓ સર્જાઈ શકે છે. આથી જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.

(6:16 pm IST)