Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ભુજમાં અચાનક મેઘાંડબર : ક્યાંક કરાં સાથે ઝાપટું વરસ્યું: એપીએમસીમાં ખુલ્લાંમાં રહેલી કેટલીક જણસો પલળી ગઈ

ભુજના નાના વરનોરા, નાડાપા સહિતના વિવિધ ગામોમાં કરાં વરસ્યાં

ભુજ શહેરમાં પણ અચાનક મેઘાંડબર રચાયો હતો અને ક્યાંક કરાં સાથે ઝાપટું વરસ્યું હતું. ભુજ એપીએમસીમાં ખુલ્લાંમાં રહેલી કેટલીક જણસો પલળી ગઈ હતી. ભુજના નાના વરનોરા, નાડાપા સહિતના વિવિધ ગામોમાં કરાં વરસ્યાં હતા. જો કે, ગણતરીના કલાકો બાદ વાતાવરણ પુનઃ સ્વચ્છ થઈ ગયું હતું

(11:25 pm IST)