Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મોરબીના જલારામ મંદિરે નિશુલ્ક નેત્રમણી-કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૬ :  મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.હસમુખલાલ વલ્લભદાસ ભોજાણી (આમરણ વાળા) પરિવારના સહયોગથી આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો હતો.

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, રઘુવંશી અગ્રણી દીપકભાઈ ભોજાણી, હર્ષદભાઈ પંડિત સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૦ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૩૪૯૦લોકોએ લાભ લીધેલ તેમજ કુલ ૧૫૫૭ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે.

(1:55 pm IST)