Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ૩૦૬મો નેત્રયજ્ઞ

 સાવરકુંડલાઃ શ્રી સ્વામિનારાયણ ગુરૃકુળ-સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા ગામે ૩૦૬ મો નિઃશુલ્ક નેત્રકેમ્પનું દિપ પ્રાગ્ટય કરતા શાસ્ત્રી ભગવતપ્રસાદદાસજી તથા ડો.એન.આર.ત્રિવેદી તથા વિરનગરના ડોકટરશ્રી દ્રશ્યમાન થઇ રહ્યા છે. આ કેમ્પમાં કુલ ૨૮ દર્દીઓને વિનામૂલ્યે મોતીયાના ઓપરેશન કરી નેત્રમણિ બેસાડવામાં આવ્યા હતા. કુલ ૧૪૨ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. કેમ્પમાં મુખ્યદાતા રસીકભાઇ દેવાણી એન્ડ ફેમેલી. મોમ્બાસા હે. શામજીભાઇ હિરાણી (ભગત) તરફથી આર્થિક સહયોગ મળ્યો હતો. સફળ ઘનશ્યામભાઇ કનકોટીયાએ જહેમત લીધી હતી. (તસ્વીર-અહેવાલ : દિપક પાંધી-સાવરકુંડલા)

(1:24 pm IST)