Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મોરબીના “SRD, GRD અને TRB જવાનોના વેતનમાં વધારો કરવાની માંગ

ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને SRD, GRD અને TRB જવાનોના વેતનમાં વધારો કરવાની માંગ કરી

 

મોરબી : છેલ્લા ૨ વર્ષથી પોલીસતંત્રની સાથે ખભેખભો મિલાવીને દિવસરાત ફરજ બજાવનારા SRD, GRD અને TRB ના જવાના વેતનમાં વધારો કરવાની માંગ ઉઠી રહી છે. ત્યારે મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે,અશોક ખરચરીયા, જગદીશભાઇ જી. બાંભણીયા, મુસાભાઇ બ્લોચ અને જીગ્નેશભાઇ પંડયા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને સંબોધીને SRD, GRD અને TRB જવાનોના વેતનમાં વધારો કરવાની માંગ કરી છે.
તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, SRD, GRD અને TRB જવાનોને માસિક રૂ.૬૯૦૦ જેટલું નજીવું વળતર મળે છે. આટલા નજીવા પગારમાં તેઓ અડીખમ ઉભા રહીને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવે છે. ત્યારે તેમના માસીક વેતનમાં વધારો થાય તથા સમયસર પગાર મળી રહે તે માટે માંગ કરવામાં આવી છે . જો આખા ગુજરાતના સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકતો હોય તો આ જવાનોના પગારમાં પણ વધારો થવો જોઈએ તેવી માંગ સાથે સામાજિક કાર્યકરોએ પત્ર લખી રજુઆતકરી છે.

(1:17 am IST)