Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

મોરબી ચેખ્‍ક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદ

રૂ. ૬.૩૩ લાખના ચેકની બમણી રકમ અને ૯ ટકા વ્‍યાજ ચૂકવવા હુકમ

 મોરબી,તા.૭ : મોરબીની ગીતા ઓઇલને અમદાવાદના વ્‍યક્‍તિએ આપેલ રૂ. ૬.૩૩ લાખનો ચેક રિટર્ન થતા આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે અમદાવાદના વ્‍યક્‍તિ એવા આરોપીને એક વર્ષની કેદ અને બમણી રકમ તથા ૯ ટકા વ્‍યાજ ચૂકવવાનો હુકમ કર્યો છે.

 મોરબીની ગીતા જીનીંગ એન્‍ડ ઓઈલ ઈન્‍ડસ્‍ટ્રીઝ વતી તેમના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણીએ, અમદાવાદના રહેવાસી રત્‍નવીરભાઈ જીવરામભાઈ શુકલ વિરૂધ્‍ધ મોરબી કોર્ટમાં રૂા.૬,૩૩,૨૫૧ ના ચેક રીર્ટન અંગેની ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઈસ્‍યુમેન્‍ટ એક્‍ટની કલમ ૧૩૮ અન્‍વયે દાખલ કરી હતી. મોરબીના મહે. ચીફ જયુડીશીઅલ મેજીસ્‍ટ્રેટ એ. એન. વોરા સાહેબે ફરીયાદી પક્ષે રજુ થયેલ પુરાવાઓ તથા ફરીયાદીના વકીલોની ધારદાર દલીલો ધ્‍યાને લઈ, આરોપી રત્‍નીવીર જવરામ શુકલ, રે. અમદાવાદ વાળાને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની ડબલ રકમનો દંડ તથા દંડની રકમમાંથી ફરીયાદીને ફરીયાદ વાળા ચેકની રકમ ફરીયાદ તારીખથી ચૂકવણી તારીખ સુધીના વાર્ષિક ૯્રુ વ્‍યાજ સહિતની રકમ ચૂકવી આપવાનો તથા દંડની રકમ ભરવામાં કસૂર કર્યેથી વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા ફરાવવાનો હુકમ કરેલ છે.

 આ કેસમાં ફરીયાદી ગીતા જીનીંગ એન્‍ડ ઓઈલ ઈન્‍ડસ્‍ટ્રીઝના ભાગીદાર નગીનકુમાર વલ્લભદાસ ભોજાણી વતી એડવોકેટ તરીકે ચિરાગભાઈ ડી. કારીઆ, રવીભાઈ કે. કારીયા, જગદીશભાઈ એ. ઓઝા તથા ફેનીલભાઈ જે. ઓઝા રોકાયેલ હતા.

(12:12 pm IST)