Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

એમેઝોનના પાર્સલમાં દારૂ છુપાવી હેરાફેરી કરનાર શખ્‍સને અહેમદપુર માંડવી પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્‍ચે ઝડપી લીધો

 

(દિપક કક્‍ડ દ્વારા) વેરાવળ, તા.૭: ગીર સોમનાથ જુનાગઢ રેન્‍જ ડી.આઇ.જી.પી. મનિન્‍દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ એન જાડેજાનાઓએ જીલ્લામાં પ્રોહિબિશનની ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિ બંધ કરવા અને આવી પ્રવૃતિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને

એલ.સી.બી. ગીર સોમનાથના ઇ.ચા. પોલીસ ઇન્‍સ . કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ.પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા, રાજુભાઇ ગઢીયા, પો.કોન્‍સ. ઉદયસિંહ સોલંકી, સંદિપભાઇ ઝણકાટ, તથા ડ્રા.પો.કોન્‍સ.રાજુ પરમારનાઓ ઉના પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્‍યાન મળેલ બાતમી આધારે, અહેમદપુર માંડવી ચેક પોસ્‍ટ પાસે વાહન ચેક દરમ્‍યાન એક ઇસમ મો.સા. પર એમેઝોનના પાર્સલ લઇ આવતો જોવામાં આવેલ જેને ચેક કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્‍ડની બોટલ કુલ - ૨૧ કી.રૂ .૧૦૫૦/  તથા મો.સા. કી.રૂ.૨૦૦૦૦/ મળી કુલ રૂ.૨૧૦૫૦/નો મુદામાલ કબ્‍જે કરી આ પ્રોહી મુદામાલ લાવનાર ઇસમ દિનેશભાઇ મંગળાભાઇ સોંદરવા રહે. મોઠા તા.ઉના વાળા વિરૂધ્‍ધ ઉના પો.સ્‍ટે. પ્રોહીનો ગુનો નોંધવામાં આવેલ છે.

(1:12 pm IST)