Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

અમરેલી દેશી દારૂના અડ્ડાઓ ઉપર દરોડા : ૪૮ કેસ ૨૫ સામે કાર્યવાહી

 

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૭ : દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી, દારૂ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇમસો ઉપર વહેલી સવારે દરોડા પાડીને ૪૮ કેસો અમરેલી જિલ્લા પોલીસે ટીમે કર્યા છે.

ભાવનગર રેન્‍જ આઇ.જી. અશોકકુમાર અને અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહના આદેશથી અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દેશી દારૂ લીટર ૧૨૪, કિં.રૂ.૨,૫૫૮/- તથા આથો લીટર ૭૯૪, કિં.રૂ.૧,૫૮૮/- દારૂ બનાવવા માટે ભઠ્ઠીના સાધનો કિં.રૂ.૯૬૮/- મળી કુલ કિં.રૂ.૫,૧૧૪/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.

ડ્રાઇવ દરમ્‍યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા કુલ ૨૫ આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસ અધિક્ષક હિમકર સિંહલની સુચના અને માર્ગદર્શન મુજબ દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે ઉત્‍પાદન, વેચાણ, સેવન અને વહન અટકાવવા દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો સામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબીશન ધારા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.

(1:20 pm IST)