Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

માણાવદરનાં પીપલાણાનો ભુરીયો તમંચો અને કાર્ટીસ સાથે ઝબ્બે

સાતલપુરનાં ડફેર શખ્સની શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮: માણાવદરના પીપલાણાનો ભુરીયો નામના શખ્સને જુનાગઢ ક્રાઇમ બ્રાંચે તમંચો અને કાર્ટીસ સાથે ઝડપી લઇ સાતલપુરનાં ડફેર શખ્સની શોધખોળ હાથ ધરી છે.

જુનાગઢ એલસીબીનાં કોન્સટેબલ સાહિલ શમા વગેરે માણાવદર તાલુકાના પીપલાણા ગામે પેટ્રોલીંગમાં હતા ત્યારે પીપલાણાનાં બસ સ્ટોપ પાસેથી ગામના સીતારામનગરમાં રહેતો સલીમ ઉર્ફે ભુરીયો ઇશાક દલ શંકાસ્પદમાં મળી આવ્યો હતો.

આ ઇસમની તલાશી લેતા તેની પાસેથી રૂ. ૭૦૦૦ની કિંમતનો દેશી તમંચો અને રૂ. ૭૦૦નાં ૭ કાર્ટીસ મળી આવતા ક્રાઇમ બ્રાંચે સલીમની ધરપકડ કરી હતી. આ શખ્સે હથિયાર હાલ જામનગરનાં ધ્રોલ ખાતે રહેતો મુળ વંથલીનાં સાતલપુરનો બાબુ ઇશા ડફેર પાસેથી મેળવ્યું હોવાનું જણાતાં તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

(11:29 am IST)