Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

દિકરી વ્હાલનો દરિયો-દિકરી મારૂ સ્વાભિમાનને સાર્થક કરવા જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પિન્ક કાર્ડ યોજનાનો પ્રારંભ

પ્રથમ તબક્કામાં શહેર જિલ્લામાં ૨૬૧૮ લાભાર્થીની પિન્ક કાર્ડ માટે પસંદગી

જૂનાગઢ તા. ૮ : જૂનાગઢ જિલ્લા વહીવટતંત્ર દ્વારા આજથી પિન્ક કાર્ડ યોજનાનો પ્રારંભ કરાયો છે. બેટી બચાઓ, બેટી પઢાઓને પ્રોત્સાહન આપવા સાથે મારી દિકરી મારૂ અભિમાન, મારૂ સ્વાભિમાન અને દિકરી વ્હાલનો દરિયો ને સાર્થક કરવા આ પિન્ક કાર્ડ યોજના શરૂ કરાઇ છે.

પ્રાંત કચેરીથી આ યોજનાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર રચિત રાજે કહ્યુ કે, સંતાનમાં બે દિકરી અથવા એક દિકરી ધરાવતા દંપતિને સરકારી કામગીરીમા પ્રાથમિકતા આપવા પિન્ક કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. પંચાયત રેવન્યુ સહિત જિલ્લાની કચેરીઓમાં પિન્ક કાર્ડ ધરાવતા દંપત્ત્િ।ને સરકારી કામગીરીમાં અગ્રતા અપાશે.

પ્રથમ તબક્કામાં જૂનાગઢ શહેરમાં એક હજાર અને ગ્રામીણ વિસ્તારમાં ૧૬૧૮ એમ કુલ ૨૬૧૮ દંપત્ત્િ।ને આવરી લેવાયા છે. હજુ પણ જિલ્લામાં આવા લાભાર્થી બાકી હોય તેમણે સંબંધિત મામલતદાર કચેરીનો સંપર્ક સાધી પિન્ક કાર્ડ મેળવી લેવાનું રહેશે. આજે કલેકટરશ્રી રચિત રાજ, પ્રાંત અધિકારીશ્રી અંકિત પન્નુ, વંથલી પ્રાંત અધિકારીશ્રી હનુલ ચૌધરીના હસ્તે ૫૦ જેટલા પિન્ક કાર્ડનું સ્થળ પર વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જૂનાગઢ ગ્રામ્ય મામલતદાર શામળા, શહેર મામલતદારશ્રી અંટાળા, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જીગર જસાણી, તથા પ્રોગ્રામ  ઓફિસર વત્સલાબેન દવે તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીના પ્રથમ નોરતે જ ગુડ ગવર્નન્સ અંતર્ગત નવીન પહેલના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા વહીવટતંત્ર દ્વારા શરૂ કરાયેલ આ યોજનાથી જિલ્લામાં મહિલા સશકિતકરણને વેગ મળશે.

સંતાનમાં બે દિકરી હોવા માટે હિમાંશુભાઇને ગૌરવ છે

જૂનાગઢના રહીશ હિમાંશુભાઇ ઠાકરને સંતાનોમાં દ્રષ્ટી અને શીવાની બે દિકરીઓ છે. તેમને સંતાનમાં બે દિકરી હોવા માટે ગૌરવ છે. આજે જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી રચિત રાજના હસ્તે પિન્ક કાર્ડ મેળવી શ્રી હિમાંશુભાઇએ વધુમાં જણાવ્યું કે, મારી બન્ને દિકરીઓ હાલ ઉચ્ચ શિક્ષણ મેળવી રહી છે.

ઙ્ગઙ્ગ હિમાંશુભાઇએ કહ્યુ કે, વર્ષો પહેલા ગર્ભપાત નિવારણ કાયદો ન હતો. ત્યારે મારી પ્રથમ દિકરીના જન્મ વખતે મને લોકો દ્વારા સલાહ મળતી બીજુ સંતાન દિકરી જન્મશે તો?ઙ્ગપરંતુ મને દિકરી હોય કે દિકરો કોઇ ફરક પડતો નથી. આજે મારી બન્ને દિકરી મારૂ ગૌરવ છે. મારૂ સ્વાભિમાન છે.

(1:17 pm IST)