Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

ધોરાજીના તોરણીયા ગામે વાડીમાં આવેલા થાંભલાનો વીજ કરંટ લાગતા ખેત મજુરી કામ કરતા યૂવકનૂ મોત

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી ના તોરણીયા ગામે વાડી માં  આવેલા થાંભલાનો વીજ કરંટ લાગતા ખેત મજુરી કામ કરતા યૂવક નૂ મોત નિપજયૂ હતૂ
આ બનાવ મામલે પોલીસે વાડી માલિક અને ભાગ્યું રાખનાર સામે બેદરકારી અને પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોધી ને વધૂ તપાસ હાથ ધરી છે
ધોરાજી ના  તોરણીયા ગામે રહેતા રાહુલભાઇ રમેશભાઇ વાઘેલા( ઉ.200  તેના પિતા સાથે તોરણીયા ગામે હરસુખભાઇ ગોકમભાઇ ખીચડીયા પટેલની વાડીએ મગફળી ઉપાડવા મજુરી કામે ગયા હતા ત્યારે વાડીએ વીજ શોર્ટ લાગતા રાહુલ પડી ગયો હતો. તેથી ગંભીર હાલતમાં ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા. ત્યાં રાહુલનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મૂતક રાહૂલ ના પિતા રમેશ બધાભાઈ ની ફરિયાદ ને આધારે પોલીસે વાડી માલીક
હરસુખભાઇ ગોકમભાઇ  અને ભાગ્યું રાખનાર જેન્તી કાળું દેલવાડીયા સામે આઈપીસી કલમ 304,201,114 મુજબ ગૂનો નોધી નેઆગળની કાયવાહી હાથ ધરાઈ છે
આ બનાવ મામલે મૂતક ખેત મજુર ના પિતા એ પોલીસ ફરિયાદ માં જણાવ્યું છે કે ફરીયાદી નો દીકરો રાહુલ વાડી માલિક હરસુખભાઇ ગોકમભાઇ  અને ભાગ્યું રાખનાર જેન્તી કાળું ની વાડીએ મગફળી ઉપાડવાની ખેતમજુરીએ ગયા ત્યારે રમેશભાઈ અને રાહુલે વાડીએ ભાગ્યું રાખનાર જેન્તી કાળું દેલવાડીયાનીને ખેતરમાં ઇલેક્ટ્રીક શોટ નથી ને ? એવુ પુછતા જેન્તીએ ઇલેક્ટ્રીક શોટ નહી હોવાનું જણાવ્યું હતું.રમેશભાઈ અને રાહુલે મગફળી ઉપાડતા હોય ખેતરમાં વચ્ચેના ભાગે ઇલેક્ટ્રીક પોલ નજીક પહોંચતા રાહુલે મગફળીની સાથે ઇલેક્ટ્રક શોટવાળો વાયર અડી જતાં ઇલેક્ટ્રીક શોટના લાગવાના કારણે તેનું મોત થયું હોવા ની ફરીયાદ કરતાં પોલીસે ગૂનો નોધી ને વધૂ તપાસ હાથ ધરી છે.

(7:03 pm IST)