Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ગોંડલના અજયસિંહ જાડેજાની હત્યાના આરોપીઓ ઝડપાયા

યુવકની હત્યા કરાવીને લાશ કૂવામાં ફેંકી દીધી હતી : હત્યાના ગુનામાં સંડોવાયેલો જયવીરસિંહ, સચિન અને વિવેક ઉર્ફે ટકો હત્યા કરીને હરિદ્વાર પહોંચ્યા હતા : રિપોર્ટ

રાજકોટ,તા.એપ્રિલ મહિનાના અંતમાં ગોંડલમાં આવેલા ખોડિયાર માતાના મંદિરના પાછળના ભાગમાં આવેલા કુવામાંથી એક યુવાનની લાશ મળી આવી હતી. જે યુવાનની ઓળખ પરેડ કરતા યુવાનનું નામ અજય સિંહ જાડેજા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડતા પીએમ રિપોર્ટમાં મૃતકના શરીર પર તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તબક્કે યુવકની હત્યા કરાવીને લાશ કુવામાં ફેંકી દીધા હોવાની આશંકા સેવાઈ રહી હતી.

ત્યારે ગોંડલ સિટી પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. ગોંડલ સિટી પોલીસ દ્વારા મૃતક યુવાનનો સીડીઆર રિપોર્ટ પણ કઢાવવા ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. યુવાનના મૃત્યુ પહેલા  કોની કોની સાથે સંપર્કમાં હતો અને તેને સંપર્ક કર્યો હતો કઈ રીતે કૂવા સુધી પહોંચ્યો તે તમામ બાબતો અંગે તપાસ કરવામાં આવી હતી.

ત્યારે પોલીસને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે, જાન્યુઆરી મહિનામાં ગોંડલના રામ દ્વાર પાસે જે પથ્થરમારાની ઘટના બની હતી. જે ઘટનામાં પોલીસે જયવીરસિંહ સહિતના આરોપીઓને પકડી પાડયા હતા. તે બાબતની બાતમી પોલીસને અજય સિંહ જાડેજા દ્વારા આપવામાં આવી હોવાની આરોપીઓને શંકા હતી. જે બાબતનો ખાર રાખી અજય સિંહ જાડેજાની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. તેમજ હત્યા કર્યા બાદ લાશને દોરડાથી બાંધી નાગડકા રોડ પર આવેલા કૂવામાં નાખી દેવામાં આવ્યો હતો.

પોલીસે હત્યાના ગુનામાં સામેલ આરોપીને ઝડપી લઇ તેની પુછતાછ કરતાં તેને શા માટે હત્યા કરી હતી તે બાબત નો ભેદ ઉકેલ્યો હતો. તો સાથે હત્યાના ગુનામાં તેની સાથે કોણ કોણ સામેલ છે તે બાબતની માહિતી પણ આપી હતી. પોલીસે હત્યાના ગુનામાં સામેલ આરોપીને ઝડપી લઇ તેની પુછતાછ કરતાં તેને શા માટે હત્યા કરી હતી તે બાબત નો ભેદ ઉકેલ્યો હતો.

 તો સાથે હત્યાના ગુનામાં તેની સાથે કોણ કોણ સામેલ છે તે બાબતની માહિતી પણ આપી હતી. દરમિયાન ગોંડલ પોલીસને બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં સંડોવાયેલો જયવીરસિંહ, સચિન અને વિવેક ઉર્ફે ટકો પલાયન થઈ હરિદ્વાર પહોંચ્યા છે. જ્યાં તેઓ છેલ્લા ૨૦ દિવસથી અલગ-અલગ આશ્રમમાં તેમજ અન્ન ક્ષેત્રમાં આશરો લીધો છે.

પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવું કઠિન હતું પરંતુ હત્યારાઓને શોધવા માટે પોલીસ ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી હતી જે ટેકનિકલ સર્વેલન્સની મદદ રંગ લાવતા હત્યારાઓ ઝડપાઈ ગયા છે.

(10:02 pm IST)