Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

જોડિયામાં ઝડપાયેલ દારૂમાં ગાંધીધામના બુટલેગરનું નામ ખૂલ્યું : ભાદરા સર્કલ પાસે પલ્ટી મારી ગયેલ કારમાં ૧૯૦ બોટલ સાથે ગાંધીધામ નો ચાલક જખ્મી

(વિનોદ ગાલા દ્વારા(ભુજ:::પૂર્વ કચ્છમાં દારૂનો વધેલો કારોબાર હવે સૌરાષ્ટ્ર સુધી વિસ્તર્યો છે. જામનગર જોડિયા પોલીસે દારૂના મામલે ગાંધીધામના બુટલેગરની તપાસ શરૂ કરી છે. જોડિયા ના ભાદરા સર્કલ પાસે પોલીસે કાર ને રોકવાનું કહેતા કાર ચાલક કાર હંકારી ગયો હતો. પણ, આગળ કાર પલટી મારી ગઇ હતી. પોલીસે તેમાંથી ૧૯૦ બોટલ દારૂ સાથે ગાંધીધામના ગળપાદર ના રહેવાસી કાર ચાલક જયરાજસિંહ ખેતુભા સોઢાને જખ્મી હાલતમાં ઝડપ્યા બાદ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો. તેની પૂછપરછ માં આ દારૂનો જથ્થો ગાંધીધામના બુટલેગર રાકેશ યાદવનો હોવાનું ખુલતા તપાસ અહી સુધી લંબાવાઈ છે.

(9:21 am IST)