Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

કોટડાસાંગાણીમાં આધારકાર્ડની કામગીરી લેપટોપના અભાવે પંદર દિવસથી બંધ અરજદારો હેરાન પરેશાન

 (કલ્પેશ જાદવ દ્વારા)કોટડાસાંગાણી, તા. ૯ : કોટડાસાંગાણીમા આધાર કાર્ડની કામગીરી છેલ્લા પંદર દિવસથી બંધ હોવાથી અરજદારોને ધરમનાધકક્કા ખાવા પડે છે.પરંતુ જવાબદાર અધિકારીના પેટનુ પાણી પણ હલતુ ન હોઈ તેમ લાગી રહ્યુ છે.ઉલ્ટાનુ મામલતદાર પોલીસ સામે આંગળી ચીંધતા ઉલ્ટા ચોર કોટવાલકો ડાંટે તેવી સ્થિતિનુ નીર્માણ થયુ છે.આ અંગે વધુ વીવાદ સર્જાઈ તો નવાઈ નહી. કોટડાસાંગાણી મામલતદાર કચેરીની બાજુમાં જ આવેલ એટીવીટી સેન્ટરમાથી પંદર દિવસ પુર્વે આધાર કાર્ડ ઓપરેટીંગનુ લેપટોપની ચોરી થયા બાદ મામલતદારતંત્ર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવાઈ હતી.જેની તપાસ પણ પોલીસ ઝીણવટ પુર્વક કરી રહી છે.પરંતુ તંત્ર દ્વારા અન્ય લેપટોપની વ્યવસ્થા કરી આધાર કાર્ડની કામગીરી ફરી શરૂ કરવામાં તંત્ર ઉણુ ઉતર્યુ છે.એક તરફ કોવીડના કારણે એક માસથી વધુના દિવસો આધાર કાર્ડની કામગીરી સુધારા તેમજ નવા ઈસ્યુ કરવા માટે બંધ રહ્યુ હતુ. ત્યારબાદ માંડ ચાર પાંચ દિવસ સુધી ચાલુ થયા બાદ એટીવીટી સેન્ટરમા તસકરો કળા કરી લેપટોપની ચોરી કરી જતા તંત્ર દ્વારા કોઈ અન્ય લેપટોપની વ્યવસ્થા કરવામાં નહી આવતા તાલુકાના બેતાલીશ ગામના આધાર કાર્ડની કામગીરી માટે આવતા અરજદારોને રૂપીયા ખર્ચીને ધરમનાધકક્કા ખાવાનો વારો આવે છે.તેમાયે પણ પચાસ પચાસ કિલોમીટર દુરથી આવતા અરજદારોને નીસાશા નાખીને પરત ફરવાનો વારો આવે છે.આ અંગે જયારે મામલતદાર સમક્ષ રજુઆત અર્થે લોકો જાઈ છે.તેઓને ફકત આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે.એક તરફ આધાર અપડેટ અને મોબાઈલ નંબર લીંક વીના લોકોના અનેક કામો અટકિ પડે છે.પરંતુ કોટડાસાંગાણીના નદ્યરોળ તંત્ર હાલ પોતાની જવાબદારીમાથી છટકિ રહ્યુ છે.અને મામલતદાર તંત્ર દોશનો ટોપલો બીજા પર ઢોળી રહ્યા છે.

મામલતદારે મૌન સેવી પોલીસ સામે આંગળી ચીંધી ?

છેલ્લા પંદર દિવસથી કોટડાસાંગાણી મામલતદાર કચેરી હેઠળ એટીવીટી સેન્ટરમા થતી આધારકાર્ડની કામગીરી લેપટોપના અભાવે બંધ હોવાથી દરરોજના અનેક અરજદારો હેરાન થઈ રહ્યા છે.ત્યારે જવાબદાર અધિકારી મામલતદાર જે એસ વસોયાએ આ અંગે ઉલ્ટા ચોર કોતવાલકો ડાંટે તે મુજબ પોતે શરૂઆતમાં કાઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો અને જણાવેલ કે તમારા સમાચાર ગુજરાત આખામા ફરે ચોરી સામે રક્ષણનુ કામ પોલીસનુ છે.ખરેખર પોલીસ ખાતાની નીષ્ક્રીયતા છે.તો એનુ કાઈક કરવુ જોઈ હુ મીડિયામાં બોલુ તો મારા ઉપલાવારા મને દ્યચકાવે ચોરી થઈ તો તમે કેમ ધ્યાન ન આપ્યુ એમ કહે ? એક તરફ આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી અરજદારો હેરાન થઈ રહ્યા છે પરંતુ આ મામલે મામલતદાર જે એસ વસોયા પોતાની જવાબદારીમાંથી છટકી દોશનો ટોપલો બીજા પર ઢોળી લોકોના કામ કરવા પ્રત્યેની ધગસને દેખાડી હોઈ તેમ લાગી રહ્યુ છે.

પત્રકારનો અવાજ દબાવવા રાજકિય ભલામણ કરાવી

છેલ્લા પંદરેક દિવસથી આધાર કાર્ડની કામગીરી લેપટોપના અભાવે બંધ થયા અંગેનુ રીપોર્ટીંગ કરી રહેલા કોટડાસાંગાણીના પત્રકારને તાલુકાના મોટા ગજાના નેતા પાસેથી ફોન કરાવી રાજકિય લાગવગ કરાવી આ અંગેના ન્યુઝ પ્રસીધ્ધ ન થાઈ તે માટે ભલામણ કરાવી હતી.એક તરફ મામલતદાર પોતાની જવાબદારી માથી છટકી રહ્યા છે.તો બીજી તરફ તાલુકાના અનેક અરજદારો હેરાન થઈ રહ્યા છે.જે અંગેનુ રીપોર્ટીંગ કરી રહેલા પત્રકારનો પણ અવાજ દબાવવા મામલતદાર જે એસ વસોયાએ પ્રયાસ કર્યો હતો.

(10:00 am IST)