Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

તળાજામાં પોણા બે ઇંચઃ જુનાગઢ, મેંદરડા, વંથલીમાં સવારે વરસાદ

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટઃ મહત્તમ તાપમાનમાં ઘટાડોઃ ધુપ-છાંવ સાથે મિશ્ર વાતાવરણનો માહોલ

તળાજામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયાઃ દિવાલ ધરાશાયીઃ ભાવનગર, તસ્વીરમાં તળાજામાં ભરાયેલ વરસાદી પાણી તથા દિવાલ તૂટી પડી તે નજરે પડે છે.(તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ તા. ૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહ્યા હોય તેમ કોઇ-કોઇ જગ્યાએ વરસાદ વરસી જાય છે આવા વાતારણ વચ્ચે અસહ્ય ઉકળાટ યથાવત છે કાલે સાંજનાં ભાવનગર જીલ્લાના તળાજામાં પોણા બે ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. જયારે આજે સવારે જુનાગઢ, મેંદરડા, વંથલી, વિસ્તારમાં વરસાદ પડયો હતો. સવારથી સર્વત્ર ધુપ-છાંવ સાથે મિશ્ર વાતાવરણનો માહોલ છે.

ગઇકાલે અમદાવાદમાં ૩૯.૧ ડિગ્રી, ડીસા ૩૯.૭, વડોદરા ૩૭.૮, સુરત ૩૩.૬, રાજકોટ ૩૭.૩ કેશોદ ૩૭, ભાવનગર ૩૬.પ, પોરબંદર ૩૪.૬ વેરાવળ ૩૪.૬, દ્વારકા ૩૪.૩, ઓખા ૩પ.૧, ભુજ ૩૮.ર, નલીયા ૩પ.૮, સુરેન્દ્રનગર ૩૯.૮, ન્યુ કંડલા ૩૯.૭, કંડલા એરપોર્ટ ૩૯.ર, અમરેલી ૩૭.૪, ગાંધીનગર ૩૮, મહુવા ૩૪.ર, દિવ ૩પ, વલસાડ ૩૩.પ, વલ્લભ વિદ્યાનગરમાં ૩૭.૩ ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ભાવનગર

( મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાના તળાજા શહેર ઉપર ગઈકાલે મેઘરાજા ઓળઘોળ થઈ ગયા હતા. બપોરે એકાએક આવી ચઢેલી મેઘ સવારી એ દે ધનાધન વરસાવનું શરૂ કરી દીધું હતું.પોણા બે કલાક માં ૪૨ મિમી વરસાદ વરસી ગયો હોવાનું તળાજા મામલતદાર કનોજીયા એ જણાવ્યું હતું.

પ્રથમ વરસાદે જ તળાજા શહેર ના કોર્ટ માં પ્રવેશ દ્વાર અને મેદાનમાંપાણી ભરાઈ જવાના કારણે પાલિકા તંત્ર ને કોર્ટ હોવાના કારણે તાત્કાલિક પાણી નિકાલ કરવાની નોબત આવી હતી.લીલાપીરબાપુ ની દરગાહ નજીક આવેલ ગટરના કુવાની દીવાલ ધરાશાઈ થઈ હોવાનું પાણી વિભાગના પ્રતિનિધિ અશોકભાઈ સગર એ જણાવ્યું હતું.

તળાજાના વાવચોક, પેટ્રોલપંપ,શિવાજી નગરથી ટેક્ષી સ્ટેન્ડ સુધીનો રસ્તો,દાતરડની વાડીનો નીચાણ વાળો ભાગ સહિતના સ્થળો પાણી પાણી થઈ ગયા હતા

પવન,કડાકા ભડાકા વગર શાંત રીતે વરસતા વરસાદમાં ખાસ કરીને ભૂલકાઓ એ ન્હાવાની મજા લીધી હતી.

તળાજા ઉપરાંત કોદીયા,લોંગડી, દાઠા પંથકમાં પણ ધોધમાર વરસાદ ના પગલે નદી ,ઝરણાં અને નાળા ઓમાં નવા નીર આવી ગયા હતા.પાણ મે વરસી ગયાનું જાણવા મળ્યું હતું. બોરડામાં નેવા ધાર વરસાદ વરસી ગયો હતો.નવા સાંગાણા,નવી કામરોળ,કુંઢેલી,દેવળીયા વિસ્તારમાં ગઈકાલે સારો વરસાદ વરસી ગયા બાદ આજે પણ મેઘરાજા એ હેત વરસાવ્યૂ હતું.

થુંકના સાંધે બાંધવામાં આવેલ વિજતાર ને લઈ તળાજા,દાઠા માં કલાકો સુધી વિજળો ગુલ

તાઉ'તે વાવાઝોડાને લઈ વિજવાયર,વિજપોલને મોટું નુકસાન થયેલ.જેને લઈ વિજતંત્ર ની ટિમો વીજ પુરવઠો શરૂ કરવા કામે લાગી હતી.મરામત કર્યાને હજુ વિસ જ દિવસ થયા છે ત્યાંજ આજે સામાન્ય વરસાદ વરસતા તળાજા અને દાઠામાં વીજળી કલાકો સુધી ગુલ થઈ ગઈ હતી.જેનેલઈ થુંકના સાંધે એટલેકે નબળું કામ કરેલ હોય વીજળી ગુલ થઈ રહી છે.વીજળી ગુલ થવાના કારણે લોકો અકળાયા હતા.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢઃ જુનાગઢ, મેંદરડા અને વંથલી વિસ્તારમાં વહેલી સવારે વરસાદ થતાં વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી ગઇ હતી.

હવામાન વિભાગે જુનાગઢ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ થવાની કરેલી આગાહીનાં પગલે ગઇકાલથી જુનાગઢ સહિત સોરઠનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે.

આજે વહેલી સવારનાં પાંચ વાગ્યાની આસપાસ જુનાગઢ શહેરમાં જોરદાર વરસાદનું ઝાપટુ વરસી જતાં માર્ગો પર પાણીનાં ખાબોચીયા ભરાય ગયા હતા.

પરોઢ બાદ સવારે ૯ વાગે

શહેરના બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં અમી છાંટણા થયા હતા અત્યારે જુનાગઢમાં ઉકળાત વચ્ચેવરસાદી માહોલ છે સવારે લઘુતમ તાપમાન ર૭.૭ ડિગ્રી રહ્યુંહતું.વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહેલ અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૧૦.૮ કિ.મી.ની રહી હતી.

જામનગરની સાથે વહેલી સવારના મેંદરડા અને વંથલી પંથકમાં પણ વરસાદ થયો હતો બે-બે મી.મી. વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના અન્ય વિસ્તારોમાં આકાશમાં વાદળા છવાય ગયા છે જેથી ગમે ત્યારેમેઘરાજાનું આગમન થાય તેવી શકયતા છે.

(11:05 am IST)