Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

કચ્છના કોઠારા ગામે છકડા ચાલક યુવાનની હત્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૯ : કચ્છના અબડાસા તાલુકાના કોઠારા ગામે યુવાન છકડા ચાલકની હત્યાના બનાવે ચકચાર સર્જી છે.  કોઠારાની બાજુમાં આવેલ સુથરી ગામના ૪૦ વર્ષીય છકડા ચાલક જયેશ શિવજી રાજગોર ને ગળે ટુંપો આપી અજાણ્યા શખ્સે હત્યા કરી હતી. ગામની બહાર શીતલા માતાજીના મંદિર પાસે સ્મશાન નજીક છકડા ચાલક જયેશને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. આ અંગે કોઠારા પોલીસે ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે.

(11:07 am IST)