Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ગોંડલના દેરડી ગામે વિશાલ પટેલ ઇંડા સાથે દારૂનું પણ વેચાણ કરતો'તો

રપ બોટલ દારૂ પકડાયોઃ જયરાજ ઉર્ફે રવીની શોધખોળ

રાજકોટ તા. ૯ : ગોંડલના દેરડીકુંભાજી ગામે ઇંડા સાથે દારૂનું વેચાણ કરતા શખ્શને તાલુકા પોલીસે ઝડપી લીધો હતો. દેરડી ગામે રહેતો અને ઇંડાની દુકાન ધરાવતો વિશાલ જેન્તીભાઇ પટેલ દારૂનું વેચાણ કરતો હોવાની બાતમી મળતા તાલુકાના પી.એસ.આઇ. મહાવીરસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ પો.કો. ભગીરથહિં જાડેજા સહિતના સ્ટાફ દુકાનમાં રેઇડ કરી જુદી-જુદી બ્રાંની બોટલ નંગ રપ કિ.૧ર૮પપ ના જથ્થા સાથે વિશાલને ઝડપી લીધો હતો પકડાયેલ વિશાલે આ દારૂનો જથ્થો જયરાજ ઉર્ફે રવિ વલકુભાઇ કરપડા પાસેથી લીધાની કબુલાત આપતા બન્ને સામે ગુન્હો દાખલ કરી જયરાજની શોધખોળ હાથ ધરાઇ છે.

(11:43 am IST)