Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ગોંડલની મુથુટ ફિનકોર્પ કંપની સાથેની છેતરપીંડીમાં આરોપીઓ ઝડપાયા

ગોંડલ,તા. ૯: ગોંડલમાં આવેલી મુથુટ ફિનકોર્પ કંપનીમાં ભેળસેળ વાળા ખોટાં દાગીના અવેજ પર મુકી રુ.૨૨,૬૦,૩૬૨ની છેતરપીંડી કરાયાંની કંપનીનાં એરીયા મેનેજર દ્વારા પોલીસ ફરીયાદ કરાયાં બાદ પીઆઇ.એસ.  એમ.જાડેજા તથાં પીએસઆઇ ગોલવાલકર દ્વારા તપાસનાં ચક્રો ગતિમાન કરી આઠ શખ્સોની ધરપકડ કરી છે.અને બનાવમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે છેતરપીંડીમાં સંડોવાયેલા ગોંડલનાં પ્રશાંત વાજા,મોઇન ગામોટ,ઇમરાન સમા,મેરુન ફાગલીયા,ફિરોઝ સિપાઇ,કરણ તન્ના,દેવેન રાજયગુરુ તથાં ધર્મેશ મકવાણા ને જડપી લઇ કાર્ય વાહી હાથ ધરી છે. જયારે નાશી છુટેલાં આશિષ ખખ્ખર ને જડપી લેવાં ચક્રો ગતિમાન કર્યા છે.

ઉપરોકત શખ્સો એ કાવત્રું રચી પિતળ કે અન્ય ધાતુના ખોટાં દાગીના મુથુટ કંપનીમાં ગીરવે મુકી અન્ય લોકોનાં નામે રૂ.બાવીસ લાખથી વધુની રકમની લોન લઇ કંપની સાથે છેતરપીંડી કરી કંપનીને ચુનો ચોપડી દિધો હતો.

કંપનીનું ઓડીટ સામાન્ય રીતે દર ત્રણ મહિને આવતું હોયછે પરંતુ કોરોનાની સ્થિતિમાં એક વર્ષ થી ઓડીટ થવાં પામ્યું નાં હતું.

દરમ્યાન એપ્રીલમાં કેરળથી ઓડીટ ટીમ આવી હોય ઓડીટ કરતાં લોન ભરપાઇ થઇનાં હોય અધિકારીઓને શંકા જતાં અવેજ માં મુકાયેલ સોનુ ચેક કરતાં નકલી સોનુ હોવાનું બહાર આવતાં ભાંડો ફુટવા પામ્યો હતો.

પોલીસે લાખોની છેતરપીંડીની ઘટનાંમાં કપંનીનાં કોઈ કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ અને છેતરપીંડીનો મુખ્ય ભેજાબાજ કોણએ જાણવાં આરોપીઓની ઝીણવટભરી પુછપરછ હાથ ધરી છે.

(11:48 am IST)