Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ભાવનગર પોલીસ બેડામાં ૧રપ કર્મચારીની બદલી

ભાવનગર તા. ૯ : ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા એ.એસ.આઇ. હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિત ૧રપ કર્મીઓની જીલ્લા પોલીસવડાએ બદલી કરી છે.વિગતો મુજબ ભાવનગર જીલ્લા પોલીસવડા જયપાલસિંઘ રાઠોડ દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા એ.એસ.આઇ. હેડ કોન્સ્ટેબલ પોલીસ કોન્સ્ટેબલ, ડ્રાઇવર અને લોકરક્ષકના મળી ૧રપ જેટલા કર્મચારીઓની વહિવટી પ્રક્રિયા ખબર જીલ્લામાં આંતરીક બદલીઓ કરવામાં આવી છે.

ઝેરી જીવડુ કરડતાખેડુતનું મોત

ઝાંઝમેર ગામે રહેતા મહિપતસિંહ રૂપસિંહ રાઠોડ ઉ.૪૦ નામનો ખેડુત રાત્રે વાડીએ પાણી વાળવા ગયો હતો ત્યારે તેમના પગના ભાગે ઝેરી જીવડુ કરડી જતા બેભાન હાલતે હોસ્પીટલે ખસેડાયેલ જયા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

(11:49 am IST)