Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

ઉના પાસે કારમાં દારૂની ૮૭ બોટલ લઇ જતો જુનાગઢનો શખ્સ ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના તા.૯ : પોલીસે મોટરકારમાં છુપાવીને લઇ જવાતો ૮૭ બોટલ ઇંગ્લીશ દારૂ મોટરકાર મળી રૂ.૧ લાખ ર૬ હજાર ૮૪૭ ના મુદામાલ સાથે જુનાગઢના સંજય પરમારને પકડી પાડયો હતો.

ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચનાથી પોલીસ કર્મચારી સંદિપભાઇ વલ્લભભાઇએ શહેરમાં દેલવાડા રોડ ઉપર શાહ એચ.ડી. હાઇસ્કુલ આગળ દિવ તરફથી આવતી સફેદ કારની મોટરકાર નંબર જી.જે.૦૯ બીએ ૬૬પ૯ ને રોકાવી ચાલક સંજય ભનુભાઇ પરમાર જુનાગઢ વાળાની તપાસ કરતા મોટરકારમાં છુપાવેલ પરપ્રાંતની ઉંચી કિમતની વિદેશી દારૂની બોટલ નંગ ૮૭ રૂ.રપ૮૪૭ ત્થા ૧ લાખની મોટર કાર મળી કુલ રૂ.૧ લાખ ર૬૮૪૭ ના મુદામાલ સાથે પોલીસ સ્ટેશનો લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(12:00 pm IST)