Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

અમરેલી જીલ્લામાં દારૂ સાથે મહિલાઓ સહિત ૯ ઝડપાયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૯ : અમરેલી જીલ્લામાં પોલીસે કોરોના મહામારી હળવી થતા જાહેરનામા ભંગ અને માસ્ક દંડની કાર્યવાહી બાદ ફરીથી પ્રોહીની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ લાલ આંખ કરી જીલ્લામાં જુદા જુદા સ્થળોએથી પ૮ જેટલા લોકોને નશો કરેલી હાલતમાં ઝડપી લઇ પોલીસે સરભરા કરી જેલની હવા ખવડાવી હતી. જયારે જીલ્લામાં જુદા જુદા ૧૧ સ્થળોએ પોલીસે દેશી દારૂના દરોડાઓ પાડી ર૬૩ લી. દેશી દારૂ રૂ.૧૩૪૮ના મુદામાલ સાથે મહિલાઓ સહિત ૯ લોકોને ઝડપી પાડયા હતા. બગસરામાં ઘનશ્યામ મનુ વાઘેલાને રપ લી. દેશી દારૂ રૂ.પ૦૦ના મુદામાલ સાથે પો. કોન્સ. રવિરાજભાઇ આલાણીએ ઝડપી પાડયોહ તો.

માર માર્યો

દેવળીયા ચકકર ગઢ ગામે રહેતા ભરતભાઇ ભુપતભાઇ પીપળીયા (ઉ.વ.ર૬) તેના નાના દિકરા વિરમને તેડીને ઉભા હતા. ત્યારે શંભુ ગાળો બોલતા કાકા હરેશભાઇ ઠપકો આપવા જતા સારૂ નહી લાગતા લાકડી મારવા જતા દિકરા વિરમને માથામાં લાગેલ તેમજ શંભુના દિકરા ચાપરાજની પત્ની મંજુબેને બેટરીનો ઘા મારી ઇજા કર્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઇજા

રાજુલા તાલુકાના ઝાપોદર ગામે રહેતી બંીબેન મગનભાઇ વાઘેલા ઉ.વ.૬૦ ના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા ભરત વાળાએ ગાળો બોલી માર મારી ધકકો મારી પછાડી ઇજા કર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગુમ

જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે રહેતી યુવતી પોતાના ઘરેથી કોઇને જાણ કર્યા વગર કયાંક ગુમ થયાનું પિતાએ જાફરાબાદ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ફરિયાદ

વડીયા તાબાના બરવાળા ગામે રહેતા રોહિત ભાજા મધુભાઇ વઘાસીયા ઉ.વ.૪ર ના કાકા ચંદુભાઇ ભીયાભાઇ વઘાસીયાની વાડીનું મંજુર નીકળતા વાડીમાં ચાલવાની ના પાડતા સારૂ નહી લાગતા સુરેશ વસુનીયાએ ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યાની વડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:01 pm IST)