Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

દિવસો પછી પોઝીટીવ આંક ૧પ નીચે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવના નવા તેર કેસ સામે ૩૭ સાજા થયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૯ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના સંક્રમણમં સતત ઘટાડો થઇ રહ્યો  છે. જેમાં ગઇકાલે ર૪ કલાકમાં કુલ જિલ્લાનો આંક લાંબા સમય પછી ૧પ ની નીચે  ૧૩નો થયો છે જયારે કુલ ૩૭ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.

જિલ્લાના ચારેય તાલુકાઓમાં ડેઇલી ટેસ્ટીંગની કાર્યવાહી પણ સતત ચાલુ છે જેમાં ગઇકાલે ભાણવડમાં ૧૬ર, દ્વારકામાં ર૧૪, કલ્યાણપુરમાં ર૬પ, તથા ખંભાળિયામાં રર, ના ટેસ્ટીંગ થયા હતા.

(1:05 pm IST)