Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

દ્વારકામાં ગાંજાના જથ્થા સાથે ૭૦ વર્ષનાં બાલુ ખાવડીયાની ધરપકડ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ :.. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક સુનિલ જોષીની સુચનાના આધારે દેવભૂમિ દ્વારકા એસ. ઓ. જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે. એમ. ચાવડા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ. ડી. પરમાર એસ. ઓ. જી. સ્ટાફના માણસો સાથે દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એસ. ઓ. જી. શાખાના એ. એસ. આઇ. અશોકભાઇ સવાણી તથા પોલીસ હેડ કોન્સ. જીવાભાઇ ગોજીયાએ દ્વારકા રહેતા બાલુભાઇ ખાવડીયાની ગાંજાના લીલા છોડ નંગ ૪૩ અંદાજે કુલ વજન પ૬ કિલો ૭૮૬ ગ્રામ જેની અંદાજીત કિ. રૂ. પ૬૭૮૦, સુકો ગાંજો પ કિલો ૩૧૩ ગ્રામ જેની અંદાજી કિ. રૂ. પ૩૧૩૦, મોબાઇલ ફોન નંગ-૧, કિ. રૂ. પ૦૦, ઉપરોકત કુલ ગાંજો ૬ર કિલો ૦૪૯ ગ્રામ જેની કુલ કિ. રૂ. ૬ર૦૪૯૦ સાથે ધરપકડ કરી છે.

પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે. એમ. ચાવડા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ. ડી. પરમાર, તથા એ. એસ. આઇ. અશોકભાઇ સવાણી તથા વિરેન્દ્રસિંહ જાડેજા તથા હરદેવસિંહ જાડેજા તથા લખમણભાઇ આંબલીયા તેમજ પોલીસ હેડ કોન્સ. જીવાભાઇ ગોજીયા તથા ઇરફાનભાઇ ખીરા તથા દિનેશભાઇ માડમએ કામગીરી કરી હતી.

(1:06 pm IST)