Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

મોરબીના પ્રધાનમંત્રી આવસ યોજનામાં ત્રીજા માળેથી નીચે પડતા યુવાનનું મોત

મોરબીના પ્રધાનમંત્રી આવસ યોજનાના મકાનમાં ત્રીજા માળેથી નીચે પડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના પ્રધાનમંત્રી આવસ યોજનાના મકાનમાં રહેતા કરણભાઈ પુનાભાઈ ગોસ્વામી (ઉ.૩૨) કોઈ કારણોસર આવાસ યોજનાના ત્રીજા માળેથી નીચે પડતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે તો મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(6:54 pm IST)