Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ધોરાજીના ઉપલેટાને જોડતા પુલની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી લોકોને હાલાકી

ધોરાજી જવા માટે નેશનલ હાઇવે પરથી જવું પડતું હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સહિત ખેડૂતોને ભારે મુશ્કેલી

રાજકોટના ધોરાજીના ઉપલેટાને જોડતા પુલની કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી લોકોને હાલાકી પડી રહી છે. ધોરાજી અને ઉપલેટાને જોડતો પુલ ઘણા વર્ષોથી તૂટી ગયો છે..જો કે ઘણાં લાંબા સમયથી નવો પુલ બનાવવાની ચાલી રહી છે. ધોરાજી જવા માટે નેશનલ હાઇવે પરથી જવું પડતું હોવાથી અપડાઉન કરતા વિદ્યાર્થીઓ સહિત ખેડૂતોને ભારે હાલકી વેઠવાનો વારો આવ્યો છે જેથી નાના મોટા અકસ્માતો સર્જાય છે આ અકસ્માત મા ઘણા લોકોએ પોતાનો જીવ ગુમવાનો વારો આવ્યો છે અને જુનો ભાદર બે પુલ અને ધોરાજી ઉપલેટા જવા માટે છ સાત કિલોમીટર નુ અંતર વધી રહયુ છે.

   
 
   
(11:52 pm IST)